Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

અમીષા, સેલિના, તનુશ્રી વચ્ચે જંગ

ameesha-celinaડિરેકટર નિરજ વોરાની આગામી ફિલ્મ ‘રન ભોલા રન’માં અમિષા અને સેલીના બંને કામ કરી રહી છે. આ ફિલ્મમાં ગોવિંદા મુખ્ય રોલમાં છે અને અમિષા તેની સામે કામ કરી રહી છે.

જોકે ફિલ્મમાં અમિષા કરતાં પોતાનો રોલ મોટો હોવાથી ફિલ્મની મુખ્ય અભિનેત્રી પોતે જ હોવાનો દાવો સેલીના કરી રહી છે. તે તો ત્યાં સુધી કહી રહી છે કે તેણે જે ઓફર ઠુકરાવી દાધી હતી તે અમિષાએ સ્વીકારી છે. કહેવાય છે કે આ ફિલ્મ માટે સૌ પ્રથમ સેલીનાને ઓફર કરવામાં આવી હતી.

સેલીનાએ ગોવિંદાની અપોઝીટનો આ રોલ કરવાનો ઇનકાર કરી બીજો રોલ પસંદ કર્યો હતો. સેલીના બાદ તનુશ્રીને આ રોલની ઓફર કરવામાં આવી પણ તેણે આ ફિલ્મમાં કામ કરવાનો જ ઇનકાર કરી દીધો ત્યાર બાદ અમિષાને આ રોલ માટે પસંદ કરી લેવામાં આવી.

સેલીના દાવો કરે છે કે મારો ઠુકરાવેલો રોલ અમિષા કરી રહી છે જયારે અમિષા આ વાતનો ઇનકાર કરે છે તે કહે છે કે ફિલ્મની શરૂઆતથી જ હું તેની સાથે જોડાયેલી છું.

મને જે રોલ આપવામાં આવ્યો છે તે કોઈએ ઠુકરાવેલો નથી. ફિલ્મમાં મારો રોલ જ મહત્વનો છે.

હક્કીતમાં તો સેલીના જે રોલ કરી રહી છે તે પહેલાં તનુશ્રીનો ઓફર કરાયો હતો. તનુશ્રીએ તે ઠુકરાવી દેતાં સેલીનાને આ રોલ માટે સાઈન કરાઈ હતી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive