Entertainment
Bollywood/Hollywood
In The News In The News
કેટરીના કૈફના ઘરમાં કોઈ અજાણયો માણસ ઘુસી આવતાં તે હવે નવું ઘર શોધી રહી છે તે તો બધા જાણે છે, પણ તેને ઘર શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
તેને નવું ઘર શોધવામાં પોતાનું સ્ટારડમ આડે આવી રહ્યું છે. વાત એમ છે કે કેટરીના જે મકાન પસંદ કરે છે તેના માલિક કેટને જોઈને જ ભાવ વધારી દે છે. મકાન વેચનારા એવું માને છે કેટરીના જેવી કલાકાર મકાનની ઉંચી કિંમત ચૂકવી શકે તેમ છે તેથી તેને ભાવ વધારે જ કહે છે.
કેટરીના અવું ઘર શોધે છે જેમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોય. તેણે આવા ઘણા મકાન જોયાં છે પણ તેનાં ભાવ બહુ ઉચા હોવાથી તેનો કોઈ મકાન પસંદ પડતું નથી. કેટરીના વિચારે છે કે જો પોતે કોઈ સામાન્ય યુવતી હોત તો કદાચ તેને આના કરતાં ઓછા ભાવમાં મકાન મળી શકયું હોત.
કેટરીના મકાન વિશે ઇનકવાયરી કરતી વખતે પોતાની ઓળખ છુપાવવાની કોશિશ કરે છે, પણ મકાન જોવા જાય છે ત્યારે તેની ઓળખ છતી થઈ જાય છે અને મકાન વેંચનાર તરત જ વધુ પૈસા પડાવવા માટેના બહાના શરૂ કરી દે છે.
કેટને સસ્તું મકાન ખરીદવું હશે તો તેણે જોયા વગર જ ફાયનલ કરી નાખવું પડશે.
Name:
Email ID:
Comments:
Code: