Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

સોહા સેટ પર રડી પડી

soha ali khanફિલ્મના સેટ પર કલાકારો રડતા હોય તે તો સામાન્ય બાબત કહેવાય. ફિલ્મમાં એવા ઘણા સીન હોય છે જેમાં કલાકારને રડવું પડે છે. જોકે કયારેક આવા ભાવુક સીન કરતી વખતે કલાકાર પોતે જ એટલો બધો ભાવુક થઈ જતો હોય છે કે તે ખરેખર રડવા લાગે છે. હાલમાં આવો જ અનુભવ સોહાને થયો હતો.

તે ‘લાઈફ ગોઝ ઓન’ નામની ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં શર્મિલા ટાગોર જ તેની માતાના રોલમાં છે. ફિલ્મના અંતમાં તેની માતાનું મૃત્યુ થઈ જાય છે ત્યારે સોહો ખૂબ રડે છે. સીન ભવજતી વખતે સોહા એટલી બધી ઇમોશનલ થઈ ગઈ હતી કે પોતે ખરેખર રડવા લાગી હતી.

આ ફિલ્મમાં સોહાને કામ કરતી જોનારા કહે છે કે આ ફિલ્મમાં તેણે જોરદાર અભિનય કર્યો છે. ખાસ કરીને તેણે તેની માતા સાથે જે સીન આપ્યા છે તે અદ્ભૂત છે. તે તેની માતા સાથે સીન આપવામાં કયારેય નર્વસ દેખાઈ નહોતી. સોહા જેમ જેમ ફિલ્મો કરતી જાય છે તેમ તેમ તેની અભિનય ક્ષમતા વિકસતી જાય છે.

છેલ્લે આવેલી તેની ફિલ્મોમાં તેનું કામ વખાણવું પડે તેમ છે. તે હવે પોતાના કામ પર ગંભીરતાથી ઘ્યાન આપે છે. કયા સીનને કઈ રીતે કરવાથી સારી રીતે થઈ શકે તે વિશે તે પહેલાંથી જ વિચારી લે છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive