Entertainment
Glamorous World Glamorous World
વેબસાઇટ ટિ્વટરના માઇક્રો બ્લોગિંગ પેજ પર પોપ સિંગર બ્રિટની સ્પિયર્સની મોતના સમાચાર પ્રસિદ્ધ થતાં સમગ્ર વિશ્વમાં હંગામો મચી ગયો હતો. પરંતુ થોડા સમય બાદ બ્રિટનીએ સામે આવીને એક હેકરનું કારસ્તાન હોવાનું જણાવ્યું હતું. એક સમયે તો બ્રિટનીના ચાહકો શોકમગ્ન પણ બની ગયા હતા.
બ્રિટની તેનાં બંને બાળકો બે વર્ષના જેએડન જેમ્સ અને ત્રણ વર્ષના સીન પ્રીટસન અને એક નવા પોપ સ્ટારની સાથે લોસ એન્જલસના સમુદ્ર કિનારે ક્રઝ પર લાંબો સમય વીતાવ્યો હતો.
દરિયા કિનારે મોજ કર્યા બાદ બ્રિટની સ્પીયર્સ હોલીવૂડના ફ્રેડ સિંગલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરથી બાળકો માટે કપડાં અને ગિટાર ખરીદયા હતાં. આ સમયે બ્રિટની સાથે એક યુવાન પણ હતો.
આ યુવાન એક પોપ સિંગર છે તે બ્રિટનીનો નવો બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે. છૂટાછેડા બાદ બાળકોની કસ્ટડી તેના પૂર્વ પતિ કેવિસ ફેડરલાઇન પાસે હતી.
બાળકોને પોતાની સાથે રાખવા માટે તેણે ઘણાં પ્રયાસ કર્યા, ત્યારે જઇને બાળકોની કસ્ટડી મળી.
Name:
Email ID:
Comments:
Code: