Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe
-દીપિકા આગામી ફિલ્મ 'હાઉસફુલ'માં અક્ષય કુમાર સાથે જોવા મળશે.
સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે પચાવવી તેના અંગે વાત કરતા બોલીવુડની ચર્ચીત અભિનેત્રી દીપિકા પાદુકોણ કહે છે કે સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડે તેને આ અંગે પ્રોત્સાહન અને મદર પરી પાડી છે.
દીપિકા કહે છે કે 'ઓમ શાંતિ ઓમ'ની સફળતા અને 'ચાંદની ચોક ટૂ ચાઈના'ની નિષ્ફળતાએ મારા પર અસર કરી નથી. સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે પચાવી તે મેં શિખી લીધું છે. એક સ્પોર્ટ્સપર્સનની જેમ આ બાબત મેં મારી જાતે અને મારા પિતા પાસેથી શિખી છે.
દીપિકા પાદુકોણ 31મી જુલાઈએ રીલિઝ થનાર પોતાની ફિલ્મ 'લવ આજકલ'ની ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે, જેમાં તેની સામે સૈફ અલી ખાન છે. આ ફિલ્મની વાર્તા પ્રેમ અને રીલેશનશીપ પર છે. દીપિકા કહે છે કે તે પ્રેમ, રિલેશનશિપ અને લગ્નમાં માને છે.
પોતાના આગામી પ્રોજેક્ટ અંગે વાત કરતા દીપિકા જણાવે છે કે તેણે તાજેતરમાં જ ફિલ્મ 'કાર્તિક કોલિંગ કાર્તિક'નું શૂટિંગ પૂરૂ કર્યુ છે. આ ફિલ્મનું નિર્દેશન વિજય લાલવાણીએ કર્યું છે અને તેમા દીપિકા સાથે ફરહાન અખ્તર છે. જ્યારે સાજીદ ખાનની ફિલ્મ 'હાઉસફુલ'નું શૂટિંગ આવતા સપ્તાહમાં શરૂ થશે. જેમાં દીપિકા સાથે અક્ષય કુમાર છે.
Name:
Email ID:
Comments:
Code: