Entertainment
Bollywood/Hollywood
In The News In The News
ઓપનિંગ દિવસે રૂ.19 કરોડનું અને પ્રથમ સપ્તાહના અંતે રૂ. 46 કરોડનું કલેક્શન.
ચાંદની ચોક ટૂ ચાઈના ફિલ્મને બાદ કરતા એક પછી એક હીટ ફિલ્મ આપનાર અક્ષય કુમારની હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ કમબખ્ત ઈશ્કએ બોક્સ ઓફીસ પર તેના ઓપનિંગ દિવસે રેકોર્ડ કલેક્શન કર્યું છે. વર્લ્ડ વાઈડ (ભારતી સહીત વિશ્વભરમાં) આ ફિલ્મએ ઓપનિંગ દિવસે રૂ. 19 કરોડનું કલેક્શન કર્યું છે.
પ્રથમ સપ્તાહના અંતે આ ફિલ્મએ વલ્ડ વાઈડ રૂ. 46 કરોડની કમાણી કરી છે. જેમાંથી રૂ. 32 કરોડનું કલેક્શન ભારતમાંથી અને રૂ. 14 કરોડનું કલેક્શન વિદેશમાંથી થયું છે.
ન્યુયોર્ક ફિલ્મની સરખામણીમાં કમબખ્ત ઈશ્ક મસાલા ફિલ્મ છે. વળી બીજી તરફ ભારતમાં લાંબા સમયથી ચાલી રહેલ મલ્ટિપ્લેક્ષ સાથે મડાગાંઠ પણ ઉકેલાઈ જતા આ ફિલ્મને વધુ ફાયદો થયો હોવાનું માનવમાં આવી રહ્યું છે.
ન્યુયોર્ક અને કમબખ્ત ઈશ્ક બન્ને ફિલ્મો પાસે કોઈ મોટા બેનરની ફિલ્મના રીલિઝ થાય ત્યા સુધી બોક્સ ઓફીસ પર કમાણી કરવાની સારી તક છે. (ફિલ્મ લક 24 જુલાઈએ રજૂ થઈ રહી છે. )
Name:
Email ID:
Comments:
Code: