Entertainment
Glamorous World Glamorous World
માઇકલ જેક્સન પોતાનાં બાળકોની રખેવાળ કરતી આયા ગ્રેસ રવારમ્બા છાનામાના પ્રેમના ખેલ ખેલતો હોવાનો ઘટસ્ફોટ તેના અંગત ફોટોગ્રાફરે કર્યો છે.
યુગાન્ડાની વતની ગ્રેસ અને જેક્સન એકબીજાનાં પ્રેમમાં હતાં, તે તમામ સ્ટાફ જાણતો હોવાનો દાવો ફોટોગ્રાફર ઇયાન બાર્કલીએ કર્યો હતો. એટલું જ નહિ પણ જેક્સન નાં બાળકો ગ્રેસને ‘મોમ’ કહીને બોલાવતાં હતાં.
જેક્સનનું મોત ઝેરથી થયું હોવાની પિતાને શંકા : ત્રીજી ઓટોપ્સીની માંગ
માઇકલ જેક્સન ના પિતા જો જેકસને પોપ સ્ટારનું ત્રીજીવાર શબ પરીક્ષણ(ઓટોપ્સી) કરવાની માગણી કરી છે કારણ કે તેઓ માને છે કે ‘કિંગ ઓફ પોપ’નું મોત ઝેરથી થયું છે.
૮૧ વર્ષના જોએ અગાઉ પણ જણાવ્યું હતું કે પોતાના પુત્રના મોતમાં મેલી રમત રમાઇ હોવાની શંકા છે. જોકે, અગાઉની બે ઓટોપ્સીમાં ઝેરના કારણે માઇકલનું મોત નીપજયું હોવાના અહેવાલને નકારાયા છે.
જેક્સન ની યાદગીરી સમાન ચીજ-વસ્તુઓનું પ્રદર્શન યોજાશે
માઇકલ જેક્સન ના મેનેજર ડો. તોહમે આશા વ્યકત કરી છે કે પોપ સ્ટારની યાદગીરીઓનું નેવરલેન્ડ રેન્ચ ખાતે પ્રદર્શન યોજાશે.
જેક્સન ના મોત પહેલાં પોપ સ્ટારના પ્રવકતા રહેલા તોહમે જણાવ્યું હતું કે ૨૫મી જૂને પોપ સ્ટારના એકાએક મોત બાદ ટૂંક સમયમાં જ લોસ એન્જલસના ભાડાના મકાનમાંથી જેક્સન ની યાદગીરી સમાન ચીજ-વસ્તુઓ, ટ્રોફીઓ અને એવોર્ડ વગેરે હટાવી લેવાનો આદેશ થયો હતો.
જેક્સન ના પરિવાર સાથે નજીકનો સંબંધ ધરાવતા મેનેજરે જણાવ્યું હતું કે જેક્સન ના ચાહકો આ યાદગીરીને પ્રદર્શનના રૂપમાં જોઇ શકશે. કદાચ કેલિફોર્નિયા ખાતેના સાન્તા બાર્બરાના મકાનમાં આ યાદગીરીઓનું પ્રદર્શન યોજાશે.
સંબંધિત સમાચાર
* માઈકલ જેક્સનનું ભૂત દેખાયું?
Name:
Email ID:
Comments:
Code: