Entertainment
Bollywood/Hollywood
In The News In The News
પોતાના મિત્ર અને હોલિવૂડ અભિનેતા ગેરાર્ડ બટલરના ભારત આગમનના માનમાં પોતાના નવા ઘરે યોજેલી પાર્ટી બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ જ્યારે પોતાના ઘરની હાલત જોઈ ત્યારે એનું માથું ભમવા માંડેલું.
એના ડ્રોઈગરૂમમાંના સોફા પર વાઈનના ડાઘ હતા તથા મોડી સાંજે શરૂ થયેલી પાર્ટીમાં સૌએ ખાણી-પીણીનો આનંદ માણ્યો પણ ખુદ પ્રિયંકાએ બીજા દિવસે સવારે સાત વાગ્યા સુધી કશું જ ખાધું નહોતું કેમ કે એનું તમામ ઘ્યાન મહેમાનોની સરભરા કરવામાં તથા પોતાની મહેમાનગતિમાં કોઈ કચાશ ન રહી જાય એમાં જ હતું.
જેને પગલે પાર્ટી બાદ પ્રિયંકા થાકીને એવી લોથ થઈ ગઈ કે લગભગ ઢળી જ પડી હતી. પ્રિયંકા ચોપરાએ વરસોવાના રાજ કલાસકિ બિલ્ડિંગમાંના પોતાના ડયુપ્લેકસ ફલેટમાં ખાસ પાર્ટી ઝોન બનાવડાવ્યો છે. રિતિકની પત્ની સુઝેન રોશને ડિઝાઈન કરેલા પ્રિયંકાના ઘરના આ ઝોનમાં ડાયનિંગ સેકશન, થિયેટર, વિડિયોરૂમ અને લાઉન્જ એરિયા બનાવાયો છે.
પણ, ચાલુ વર્ષની ત્રીજી મેએ પ્રિયંકાએ જ્યારે પ્રથમવાર પોતાના ઘરે પાર્ટી યોજી ત્યારે એની તમામ ગણતરીઓ ઊધી પડી. પરફેકશનની આગ્રહી પ્રિયંકાએ કટલરીથી લઈને ક્રોકરી તથા ખાણી-પીણીની વ્યવસ્થામાં એટલી મહેનત કરેલી કે એ પોતે પાર્ટી માણી જ શકી નહીં.
પ્રિયંકા કબૂલે છે કે પોતે ઓબ્સેસવિ કમ્પિલ્સવ ડિસઓર્ડરથી પીડાય છે અને જ્યાં સુધી પોતે એમાંથી બહાર નથી આવી જતી ઘરમાં પાર્ટીનું આયોજન ન કરવું. બધું બરાબર પાર પડે એના રઘવાટમાં પ્રિયંકા જાતે પાર્ટી માણી જ શકી નહીં.
પાર્ટી માટેની એની તમામ મહેનત અને તકેદારી છતાં જયારે પાર્ટી પત્યા બાદ એની અવસ્થા બેભાન થવા જેવી થઈ ત્યારે એને સમજાયું કે પાર્ટીનો કશો જ અર્થ સર્યો નથી. મોડે સુધી ચાલેલી પાર્ટી અને એ પાર્ટીમાં ઘોંઘાટિયા સંગીતની ફરિયાદ બાદ વણનોતર્યા મહેમાનોની પેટે આવેલી પોલીસ પાર્ટી જેવી અપ્રિય ઘટનાની અસર પ્રિયંકા પર પડી નથી.
Name:
Email ID:
Comments:
Code: