Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

જેક્સનના મોતની તપાસમાં સર્ચ વોરન્ટ જારી

પોપ સ્ટારના મોત અંગે ડોક્ટરોની ભૂમિકા અને દવાઓની તપાસ કરવામાં આવશે

Michael_jacksonઅદાલતે પોપ સ્ટાર માઇકલ જેક્સન ના એકાએક મોતમાં ડોકટરોની ભૂમિકા અને દવાઓની તપાસ કરવા માટે લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટને ત્રણ સર્ચ વોરંટ જારી કર્યા છે.

આ કેસની તપાસ સાથે સંકળાયેલાં સૂત્રોને ટાંકીને લોસ એન્જલસ ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું કે વર્ષોથી અનેક ડોક્ટરોની સારવાર લેનારા પોપ ગાયકના તબીબી ઇતિહાસને ફરી જાણવાનો પ્રયાસ તપાસ કરી રહ્યા છે. જેક્સન ને દવા લખી આપનારા પાંચ ડોકટરોની સઘન પૂછપરછ પોલીસ કરી રહી છે.

લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટના પ્રવકતાએ સમર્થન આપ્યું છે કે જજે ત્રણ સર્ચ વોરન્ટ પર હસ્તાક્ષર કર્યા છે, પણ જણાવ્યું હતું કે તપાસ સંબંધિત માહિતીને જાહેર કરાશે નહીં. તમામ બાબતો ગુપ્ત રખાશે. પોલીસને અગાઉ હોલ્મબી હિલ્સ ખાતેના જેક્સન ના ભાડાના મકાનમાંથી તબીબી પુરાવાની બે બેગ મળી આવી હતી. આ મકાનમાં ૨૫મી જૂને માઇકલ જેક્સન નું અવસાન થયું હતું.

માઇકલ તેના આગામી કાર્યક્રમો દ્વારા પુત્રને સ્ટેજ પર લાવવાનો હતો

‘કિંગ ઓફ પોપ’ માઇકલ જેક્સન લંડન ખાતેના ‘૦૨’ કાર્યક્રમો દ્વારા પોતાના ૧૨ વર્ષના મોટા પુત્રને સ્ટેજ પર લાવવાનો હતો. આ કાર્યક્રમોમાં પિતા-પુત્ર બન્ને પર્ફોર્મ કરવાના હતા. આ સમારંભો દ્વારા પોતાના પુત્રને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું આયોજન જેક્સને કર્યું હતું. જોકે, અચાનક મોતના કારણે જેક્સન નું આ સ્વપ્ન સાકાર ન થઇ શક્યું.

રોલિંગ સ્ટોન મેગેઝિન જેક્સન પર વિશેષ અંક બહાર પાડશે

સંગીત પ્રેમીઓ માટે બાઇબલ ગણાતા રોલિંગ સ્ટોન મેગેઝિન ચાલુ મહિને માઇકલ જેક્સન પર એક વિશેષ અંક બહાર પાડશે. જેમાં પોપ સ્ટારના મોટોનથી લઇને નેવરલેન્ડ રેન્ચ સુધીના સફળતાનાં લેખાંજોખાં હશે. તેમજ જેક્સન ના પ્રશંસકો માટે ભરપૂર માહિતી હશે.

જેક્સન ના અતથી અંત સુધીના ૯૬ પાનાનાં આ અંક ૧૦મી જુલાઇએ બજારમાં મુકાશે. આ અંકમાં રોલિંગ સ્ટોનના કર્મચારીઓ ઉપરાંત સ્મોકી રોબિન્સન, કવીન્સી જોન્સ, સ્લેશ, આદમ લેમ્બર્ટ, માટિર્ન સ્કોર્સેસ વગેરેના લેખો પણ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંક અગાઉ રોલિંગ સ્ટોનના કવર પેજ પર માઇકલ જેક્સન પાંચ વાર ચમકયો હતો.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive