Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe
શાહરુખ ખાન અમેરિકામાં કરણ જોહરની ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’નું શૂટિંગ કરી રહ્યો છે. શાહરુખ જે હોટલમાં ઊતર્યો છે, એના સંચાલકોએ જાહેરાત કરી છે કે એક ચોક્કસ દિવસે ૨૫૦ ડા"લર ચૂકવીને કોઈ પણ એની સાથે જમી શકે છે. એની સાથે એક જ ટેબલ પર બેસીને જમવાની ફી થોડી ઊચી છે અને એની સાથે ફોટો પડાવવાનો દર જુદો છે.
સમજો ને કે હોટલે શાહરુખ ખાનને મેનુની જેમ રજૂ કર્યો છે. એ પણ કહેવાયું છે કે આ બધામાંથી થનારી આવક એક સામાજિક સંસ્થાને અપાશે. ઉદ્દેશ સારો છે, સાધન પણ લિજજતદાર છે. સાંભળ્યું છે કે સેંકડો બિનનિવાસી ભારતીયો આ મિજબાનીમાં સામેલ થવા તલપાપડ છે. આ મિજબાની કોઈ પ્રચાર માટે નથી, કેમ કે અમેરિકામાં શાહરુખના ચાહકોની સંખ્યા ખૂબ મોટી છે અને એની ફિલ્મોને કશા જ પ્રચારની જરૂર નથી.
આ પ્રકરણમાં નોંધનીય છે કે શાહરુખ ખાન પોતાના જીવનની દરેક ક્ષણની રોકડી કરવા માગે છે, પછી એ સામાજિક સંસ્થા માટે હોય કે પોતાની જાત માટે. આ મહત્તમ ઉપયોગનો દ્રષ્ટિકોણ હાલના બજારના દોરની ભેટ છે. એક પણ ક્ષણ બિનકાર્યક્ષમ પસાર ન થઈ જાય, એ દ્રષ્ટિકોણ મશીન સાથે સામ્યતા ધરાવે છે જે નિરંતર ચાલ્યા કરે છે. મનુષ્ય જીવનનો મોટા ભાગનો સમય વણવપરાયેલો જ રહે છે.
જીવનમાંથી ખાવાપીવા અને સૂવાના સમયની બાદબાકી કરો તો અડધો જ સમય બચે છે. કેટલાક લોકો તો રોજ જ કલાકો સુધી આળસુની જેમ પડયા રહે છે. જીવન ઘટનાપ્રધાન નથી, એ અ"કશન ફિલ્મ નથી. દૂરથી જોવાથી કોમેડી અને નજીકથી જોતાં ટ્રેજેડી લાગી શકે છે. આળસની ક્ષણોમાં આપણે કશું જ કરતા નથી, પણ એને સંપૂર્ણપણે બિનઉપયોગી કે બિનઉપજાઉ ન કહી શકાય કેમ કે શૂન્ય પણ મહત્ત્વપૂર્ણ અને સાર્થક હોય છે. દુનિયામાં સર્જન અને શોધનાં અનેક કાર્યોઆવી ક્ષણોમાં જ થયા છે. ન્યૂટન વૃક્ષ નીચે કોઈ ઉપયોગી કામ કરી રાા નહોતા. તડકાથી બચવા ત્યાં તેઓ સૂતા હતા.
એ સાધારણ ક્ષણમાં સફરજન એમના માથા પર પડયું અને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ તેમણે કરી. મેડમ કયૂરી પ્રયોગશાળામાં કામ કરતાં કરતાં થાકી ગયેલાં અને પોતાની નિષ્ફળતા પર ખિન્ન હતાં. એ ક્ષણોમાં જ એક વિચાર ઝબકયો અને શોધ થઈ ગઈ. બાથટબમાં નહાતી વખતે આર્કિમિડિઝ ‘યૂરેકા-યૂરેકા’ બોલતો ભાગવા માંડેલો.
દુનિયાને ચલાવનારી કેન્દ્રીય શકિત કાયમ જ પ્રેમ રહી છે, પ્રેમ પણ અનુપયોગી ક્ષણોમાં જ થાય છે. એ કંઈ વિચારીને થાય નહીં, ગાલિબે કહ્યું છે ને કે ‘હૈ યે વો આતિશ જો લગાએ ન લગે બુઝાએ ન બુઝે.’ પ્રેમને કારણે જ મનુષ્ય મશીન કરતાં અલગ છે. દરેક ક્ષણની ઉપયોગિતા, શરીરના હલનચલનની ઉષ્મા, દરેક શ્વાસની સાર્થકતા જીવનને વેપારીનો ચોપડો કાં કોર્પોરેટ બેલેન્સ શીટ બનાવી દે છે. કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ યુદ્ધ કરી રાા નહોતા, તેઓ સૌથી ઓછા સક્રિય હતા, છતાં એ ગાથાના નાયક તેઓ જ હતા.
Name:
Email ID:
Comments:
Code: