Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

જેકસનને મગજ વગર દફનાવાશે

jacksonમેડિકલ ચેકઅપ માટે ડોકટરોએ જેકસનનું મગજ તેના શરીરમાંથી કાઢી લીધું છે

પોપ કિંગ માઇકલ જેકસનનો મગજ વગરનો પાર્થિવ દેહ તેના પરિવાર દ્વારા મંગળવારે સાતમી જુલાઇએ લોસએન્જલસ કાઉન્ટીના ગ્લેન્ડેલમાં આવેલા ફોરેસ્ટ મેમોરિયલ પાર્કમાં દફનાવવામાં આવશે.

મેડિકલ ચેકઅપ કરવા માટે ડોકટરોએ જેકસનનું મગજ તેના શરીરમાંથી કાઢીને સુરક્ષિત રાખ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. હૃદયરોગના હુમલાને કારણે માઇકલ જેકસનનું મૃત્યુ નીપજયું હતું પરંતુ જેકસનના મૃત્યુ અંગેનું રહસ્ય હજી પણ અકબંધ છે અને રહસ્યનો ઘટસ્ફોટ કરવા માટે તપાસકારો હજી ફાંફાં મારી રહ્યા છે.

ડેઇલી મિરરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જેકસનના ઓચિંતા મૃત્યુનું કારણ જાણવા માટે તેના મગજનો ન્યૂરોપેથોલોજી ટેસ્ટ કરવામાં આવશે. જેકસનનું શબ તેના પરિવારને આપતાં પહેલાં મગજ કાઢી લેવામાં આવ્યું હતું. મગજની તપાસમાં જેકસનને કયા કયા રોગો હતા અને તેણે પહેલાં કઇ દવાઓ લીધી હતી તેમજ દવાઓના વધુ પડતા સેવનથી તેનું મૃત્યુ નીપજયું તો નથી એ બાબતની ડોકટરો તપાસ કરશે.

જેકસનની દફનવિધિ અંગે પરિવારમાં મતભેદો

પોપ કિંગની દફનવિધિ અને શ્રદ્ધાંજલિસભા અંગે પણ માઇકલ જેકસનના પરિવારના સભ્યોમાં મતભેદો છે. લોસએન્જલસની યુસીએલએ હોસ્પિટલમાં જેકસનનું મૃત્યુ નીપજયું ત્યારે લેબનોનમાં જનમેલા બિઝનેસમેન ડો. ટોહમે જેકસનના પરિવાર સાથે હતો.

જેકસનના મેનેજરે જણાવ્યું કે પોપ કિંગના ચારે ભાઇઓ અને તેનો પિતા જોય પોપ કિંગના પાર્થિવ દેહને નેવરલેન્ડ રેન્ચ ખાતે દફનાવવા માગતા હતા પરંતુ જેકસનની માતા અને બહેનોએ ના પાડી હતી. જરમેઇન જેકસને નેવરલેન્ડમાં જેકસનને દફનાવવાની પોતાની ઇરછા વ્યકત કરી હતી પરંતુ તેના પરિવારે તેનો શા માટે વિરોધ કર્યો? તેના વિશે જરમેઇને કોઇ માહિતી આપી નથી. નેવરલેન્ડ ખાતે જેકસનને નહીં દફનાવવાનું તેના પરિવાર દ્વારા હજી સુધી કોઇ કારણ આપવામાં આવ્યું નથી.

જેકસન વસયિતનામું લખી રહ્યો હતો

માઇકલ જેકસન તેના મૃત્યુનાં થોડાંક સપ્તાહ પહેલાં વસયિતનામું લખી રહ્યો હતો. ‘અનમાસ્કડ: ધ ફાઇનલ ઇયર્સ ઓફ માઇકલ જેકસન’ના લેખક ઇયાન હાર્પરલિને આ દાવો કર્યો છે. જેકસને અન્ય એક વસયિતનામું જુલાઇ ૨૦૦૨માં લખ્યું હતું.

હાર્પરલિને જણાવ્યું કે લંડનના પ્રવાસ દરમિયાન જેકસનની વર્તણૂંક બદલાયેલી હતી. અને તે ઘણી દવા લેતો હતો તેમ જ રાતભર બેસીને લખતો હતો. જેકસનના એક સાથીએ તેને પૂછ્યું ત્યારે જેકસને જવાબમાં વસયિતનામું લખી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

અંતિમ ટૂર રદ થવાથી પણ આયોજકોને નફો

જેકસનની ટૂર રદ થઇ હોવા છતાં ટૂરનું આયોજન કરનારી કંપની એઇજી લાઇવને ભારે નફો થવાની સંભાવના છે. તેના ઘણા ચાહકો ટિકિટ પરત કરવાને બદલે આ ટિકિટો જેકસનની યાદગાર વસ્તુ તરીકે પોતાની પાસે રાખવા માગે છે અને ટિકિટનાં નાણાં પરત લેવા આવવાના નહીં હોવાથી આયોજક કંપનીને લાભ થવાની સંભાવના છે.

કંપની પાસે કમબેક ટૂરની જેકસનના ૧૦૦ કલાકના રિહર્સલનું રેકોર્ડિંગ છે. કંપનીના અધિકારીએ જેકસનનાં આ રેકોિર્ડંગને સોનાની ખાણ ગણાવી છે.

નાદયાનાં આઠ સંતાનો દત્તક લેવાની પોપ કિંગે ઓફર કરી હતી

પોપ કિંગે મૃત્યુના થોડાક દિવસ પહેલાં આઠ સંતાનોની માતા ‘ઓકટોમોમ’ નાદયા સુલેમાનનાં આઠે સંતાનોને દત્તક લેવાની નાદયાના પ્રવકતા વિકટર મુનોઝને ઓફર કરી હતી. બેરોજગાર નાદયાના પહેલાં થી જ છ સંતાનો છે અને ત્યારબાદ આઠ સંતાનોના જનમથી નાદયાની કંગાળ સ્થિતિ વિશે પોપ કિંગ ચિંતિત હતો.

મુનોઝે જણાવ્યું કે જેકસને તેને વ્યકિતગત રીતે બોલાવીને નાદયાના આઠે સંતાનો દત્તક લેવાની ઇરછા વ્યકત કરી હતી. જેકસને નાદયાના આઠે સંતાનોની બધા જ પ્રકારની જવાબદારી ઉઠાવવાની તૈયારી બતાવી હતી અને પોતાની પાસે આઠે બાળકોના ઉજજવળ ભવિષ્યની ખાતરી આપી હતી.

મેડોનાએ ‘કિંગ ઓફ પોપ’ને સ્ટેજ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

‘કવીન ઓફ પોપ’ મેડોનાએ લંડનમાં ૦૨ અરેના ખાતે પરફોર્મ કરીને પોપ કિંગ માઇકલ જેકસનને સ્ટેજ પર જ ભાવભિની અંગત શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મેડોનાએ લંડનમાં શનિવારે રાત્રે તેના સ્ટિકી એન્ડ સ્વીટ ટૂરની ફરી શરૂઆત કરી છે પરંતુ સ્ટેજ પર તેની પાછળના સ્ક્રીન પર માઇકલ જેકસનનું સ્વરૂપ ધારણ કરીને મેડોનાના એક ડાન્સર સ્ટેજ પર આવતાંની સાથે પોપ કવીને તેનો શો અધવચ્ચે જ અટકાવી દીધો હતો.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive