Entertainment
Bollywood/Hollywood
In The News In The News
ઉદય ચોપરા ‘ધૂમ’ ફિલ્મમાં યુવતીઓને જોઈને તેની પાછળ લટ્ટુ થઈ જતો દર્શાવાયો છે. આવી જ રીતે હવે તે રીયલ લાઈફમાં એક અભિનેત્રી પાછળ લટ્ટુ થઈ ગયો છે.
આ અભિનેત્રી છે પ્રિયંકા ચોપરા. હાલમાં ઉદય અને પ્રિયંકા ‘પ્યાર ઇમ્પોસિબલ’ નામમી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.
ઉદય આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રિયંકાથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તે તેની આગળ પાછળ જ ફરતો રહે છે. તે જયારે મોકો મળે ત્યારે પ્રિયંકાના વખાણ કરવા લાગી જાય છે.
તે કહે છે કે ‘મે અત્યાર સુધીમાં પ્રિયંકા જેવી કોઈ અભિનેત્રી જોઈ નથી.’ ઉદયે આ પહેલાં બિપાશા બસુ અને ઐશ્વર્યા રાય સથે કામ કરેલું છે અને તેની એકસ લવર તનિશા સાથે પણ કામ કરેલું છે છતાં તેણે કયારેય આમાંથી કોઈના આટલા વખાણ કરેલી નથી.
ઉદય અત્યારે અકલો જ છે તેથી પ્રિયંકાને પ્રેમજાળમાં ફસાવવા માટે આવું કરતો હોય તેવું પણ બની શકે છે.
Name:
Email ID:
Comments:
Code: