Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe
એક્ટિંગ પ્રત્યેનો ઈશાનો લગાવ તો જુઓ! લગ્ન પછી પણ તે ફિલ્મમાં કામ કરવાનું છોડવાની નથી. મતલબ કે માધુરી, જુહી અને કાજોલના રસ્તે તે ચાલવા માગે છે...
- આજકાલ તારી વ્યસ્તતા શું છે?
‘રાઈટ યા રોંગ’નું શૂટિંગ પૂરું કર્યું છે. ‘હેલો ડાર્લિંગ’ ફિલ્મનું એક શિડયુલ બાકી છે, જે બહુ જલદી પૂરું કરવાની છું. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બીજા કેટલાક પ્રોજેકટ્સનાં શૂટિંગ શરૂ થવાનાં છે.
રામગોપાલ વર્માના પ્રોડકશનની ફિલ્મ ‘શબરી’ કયારની બનીને તૈયાર છે, જેના પ્રદર્શન માટે રાહ જોઈ રહી છું. ‘શબરી’ ફિલ્મથી મને બહુ જ અપેક્ષા છે. રામુજીના પ્રોડકશનની ફિલ્મ ‘અજ્ઞાત’ રિલીઝ થઈ રહી છે એટલે ‘શબરી’ પણ જરૂર રિલીઝ થશે. ફિલ્મ નિર્માતા અને મલ્ટિપ્લેકસ માલિકો વચ્ચેના વિખવાદનો અંત આવી ગયો છે એટલે હવે બહુ જલદી ‘શબરી’ રિલીઝ થશે. આમ કેટલીક ફિલ્મનાં શૂટિંગ કરી રહી છું અને કેટલીક રિલીઝ થાય તેની રાહ જોઈ રહી છું. ટોકવેન્ડોની પ્રેકિટસ ચાલી રહી છે. બહુ જલદી મને બ્લેક બેલ્ટ મળી જશે.
- એવું સાંભળવા મળ્યું છે કે તું લગ્ન કરવાની તૈયારી કરી રહી છે? હાલ તો એવું કોઈ આયોજન નથી. હા, લગ્ન ચોક્કસ કરીશ, પણ કયારે કરીશ, કોની સાથે કરીશ તે હજુ નક્કી નથી. બીજી એક સ્પષ્ટતા કરી દઉ કે જો લગ્ન કરી લઈશ તો પણ ફિલ્મમાં કામ કરવાનું તો ચાલુ જ રાખીશ. એક્ટિંગ હું છોડવાની નથી. આમ પણ હવે એ જમાનો નથી રહ્યો કે લગ્ન કરી લીધાં બાદ હિરોઈનને કામ ના મળે. આજે માધુરી, જુહી, કાજોલ બધાં જ કામ કરી રહ્યાં છે અને બહુ ચૂઝી થઈને કામ કરી રહ્યાં છે.
- તારી આગામી રિલીઝ થનારી ફિલ્મ વિશે જણાવ.
મુકતા આટ્ર્સની ફિલ્મ ‘રાઈટ યા રોંગ’ સૌથી પહેલા રિલીઝ થશે. ‘હેલો ડાર્લિંગ’ પણ મુકતા આટ્ર્સની ફિલ્મ છે, જે તેના પછી રિલીઝ થશે. ‘રાઈટ યા રોંગ’ વિશે એટલું જ કહીશ કે આ એક થિ્રલર ફિલ્મ છે, જેમાં હું નેગેટિવ રોલમાં જોવા મળીશ.
- બ્લેક બેલ્ટ મેળવીને શું કરવા ઈચ્છે છે?
આ હું આત્મરક્ષા માટે શીખી રહી છું. મારા મત પ્રમાણે તો દરેક યુવતીએ આત્મરક્ષા માટે ટોકવેન્ડોની તાલીમ લેવી જોઈએ. હું એકશન શીખવા માગું છું, જેથી ફિલ્મોમાં એકશન સીન એકદમ નેચરલ રીતે આપી શકું. મારા ખ્યાલથી ઈન્ડસ્ટ્રીમાં એકલી મારી પાસે જ બ્લેક બેલ્ટ હશે. છેલ્લાં સાત વર્ષથી હું ટોકવેન્ડોની પ્રેકિટસ કરતી આવી છું. હવે મને મારી મહેનતનું ફળ મળવાનું છે. આ શીખવાથી યુવતી પોતાની આત્મરક્ષા તો સારી રીતે કરી જ શકે છે અને સાથે સાથે શારીરિક રીતે ફિટ પણ રહી શકે છે.
- આ સાત વર્ષમાં કોઈના ઉપર તારી આ કળા અજમાવવાની તક ના મળી?
ના. ઉપરવાળાની કપાથી આ સાત વર્ષમાં એવો કોઈ પ્રસંગ બન્યો નથી. હું જયારે ફિલ્મોમાં નહોતી આવી ત્યારે મારે કેટલીયે વાર છોકરાઓ સાથે હાથાપાઈ થઈ છે. શિવાજી પાર્ક વિસ્તારમાં એક વખત મેં કેટલાક દિલફેંક યુવાનોને બરાબર મેથીપાક ચખાડયો હતો.
- ફિલ્મમાં એકશન રોલ કરવાની કોઈ યોજના છે?
અત્યારે એવી કોઈ યોજના નથી, પણ હું એકશન ફિલ્મ કરવા જરૂર ઈરછું છું. દર્શકોને હું મારી આ ખૂબીનાં દર્શન કરાવવા ઈચ્છું છું. હું તેમને દર્શાવવા માગું છું કે એકશન કોને કહેવાય. ત્રણ વર્ષ પહેલાં મને એક એકશન ફિલ્મની ઓફર મળી હતી, પરંતુ ફિલ્મના નિર્માતા આર્થિક રીતે બહુ સઘ્ધર નહોતા એટલે તે ફિલ્મ ના બની શકી. મારું માનવું છે કે ફુલફલેજડ એકશન ફિલ્મ બનાવવા માટે બહુ મોટા બજેટ અને પ્રમોશનની જરૂર પડે છે.
- તારી આવનારી બીજી ફિલ્મો?
‘રાઈટ યા રોંગ’, ‘હેલો ડાર્લિંગ’ અને ‘શબરી’ સવિાય ‘હર પલ’ અને ‘હસીના’ મારી આવનારી ફિલ્મો છે. બીજી બે ફિલ્મો ‘રાખ’ અને ‘ગહરાઈ’ નિર્માણના પ્રશ્નોને લીધે હાલ તો અટકી ગઈ છે. બસ, આ જ ફિલ્મો છે.
Name:
Email ID:
Comments:
Code: