Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

શિક્ષણ વ્યવસાય પર બજારનો સકંજો

સુભાષ ઘાઈની પ્રથમ ખરેખરી મોટી હિટ ફિલ્મ ‘રામલખન’ હતી અને ‘સૌદાગર’ તથા ‘ખલનાયકે’ પણ એમને લાભ કરાવેલો. એ પછીની એમની ‘પરદેશ’ અને ‘તાલ’ સારી ફિલ્મો હતી, પણ આ ફિલ્મોથી ખાસ લાભ થયો નહીં. છેલ્લાં પંદર વર્ષમાં એમણે ખરેખરી ભવ્ય સફળતા મેળવી નથી અને ‘ઇકબાલ’ રૂપે એમણે સાર્થક ફિલ્મ આપેલી.

subhas એમણે ‘યુવરાજ’ના એન્જિન સાથે જોડાયેલા ડબા નકલી તેજીના સમયમાં ઊચા ભાવે વેચીને રોકડી કરી, પણ સફળ ફિલ્મકાર તરીકેની પ્રતિષ્ઠા તેઓ ખોઈ બેઠા છે. ઘાઈ પાટા પરથી ખડી પડયા છે એનું દુ:ખ સૌને છે પણ એમની ‘હીરો’ સિવાયની તમામ ફિલ્મોની સફળતા પાછળ સ્ટાર્સનો હાથ હતો અને દિગ્દર્શક તરીકે એમનો વિકાસ અવરોધાયાને એક જમાનો થઈ ગયો છે.

સુભાષ ઘાઈએ સાહસ અને નેક ઇરાદાથી ફિલ્મ તાલીમ-શિક્ષણ માટે ઇન્સ્ટિટયૂટ શરૂ કરી છે,જેની ફી એટલી વધારે છે કે માત્ર સમૃદ્ધ-પહોંચતા ઘરના યુવાનોને જ એમાં એડમિશન મળી શકે. નોંધનીય છે કે વીતેલા સમયમાં એમની ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ સફળ સ્ટાર કે કુશળ દિગ્દર્શક બહાર પડયો નથી, કેમ કે માત્ર સાધનો ભેગા કરી લેવાથી ઇન્સ્ટિટ્યૂટ મહાન નથી બનતી.

કાચી માટીમાંથી આકતિઓ ઘડવાના વિકાસથી સંસ્થા મહાન બને છે. ભારતમાં તમામ ક્ષેત્રોમાં ફેશનેબલ સાધન-સંપન્ન અને ઝાકઝમાળભરી શિક્ષણસંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે, પણ સાર્થક ગુણવત્તા કયાંય દેખાતી નથી. આજે દરેક ક્ષેત્રમાં સારા શિક્ષકોનો અભાવ છે. સારા શિક્ષકો તગડું મહેનતાણું આપવાથી નથી મળતા. આ એક જવલંત અને ચિંતનીય સમસ્યા છે અને સુભાષ ઘાઈના માઘ્યમથી આપણે એની વાત કરી રહ્યા છીએ. શિક્ષકો સંસ્થાને સમર્પિત બનાવે છે.

સિમેન્ટ અને આરસપહાણથી ઇમારત બને છે, સંસ્થા નહીં. એક સ્વસ્થ, ઉરચ જીવનમૂલ્યોવાળા સમાજમાં જ સારા શિક્ષકો પેદા થાય છે. આપણા બીમાર સમાજમાંથી સંસ્કારવાન શિક્ષક કયાંથી પાકવાના? તમામ સુધારાઓનું કેન્દ્ર કુટુંબ જ હોઈ શકે છે, જે બાળકની પ્રથમ શાળા છે. જીવનની ભાગદોડમાં અટવાયેલાં મા-બાપ પાસે આદર્શ માતા-પિતા બનવાનો સમય જ કયાં છે. દરેક કુટુંબના તળાવમાં એક ગંદી માછલી છે અને એના પ્રદૂષણથી કઈ રીતે બચવું એ જ પાયાની સમસ્યા છે.

સમાજ કે રાષ્ટ્રમાં કોઈ આદર્શ પણ સામે આવતો નથી. બધા જ તેજ ગતિએ દોડી રહ્યા છે પણ કોઈ કયાંય પહોંચતું નથી. અંદરની યાત્રાની ઊર્જા રણ ગળી રહ્યું છે. સાંભળ્યું છે કે સુભાષ ઘાઈએ જવાનીમાં વાળમાં નાખવાનું તેલ વેરયું છે. સમજોને કે તેઓ સેલ્સમેન હતા. આપણા માટે એ જરૂરી છે કે આપણે પોતાની જાતના ખાંખાંખોળા કરીએ કે શું આપણે પણ સેલ્સમેન કે મીડલમેન છીએ?




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive