Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeSportsOther Sports Other Sports

સેરેના વિલિયમ્સ ફાઇનલમાં

આજે મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ફેડરર-હાસ અને મરે-રોકિ વચ્ચે મુકાબલો

serena williamsબીજા ક્રમની અમેરિકન સેરેના વિલિયમ્સે લડાયક રમતનું પ્રદર્શન કરીને અત્યંત રોમાંચક બનેલી સેમિફાઇનલમાં ગુરુવારે રશિયાની એલેના ડિમેન્ટિવાને હરાવીને વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. અહીંની ઓલ ઇંગ્લેન્ડ ટેનિસ કલબની સેન્ટર કોર્ટ પર રમાયેલી સેમિફાઇનલમાં સેરેનાએ ચોથા ક્રમની ડિમેન્ટિવાને ૬-૭(૪-૭), ૭-૫, ૮-૬થી હરાવી હતી.

અત્યંત રોમાંચક બનેલી સેમિફાઇનલમાં લગભગ તમામ સેટમાં સેરેનાને સંઘર્ષ કરવો પડયો હતો. ટાઇબ્રેકરમાં ગયેલો પ્રથમ સેટ ડિમેન્ટિવાએ જીતી લીધો એ પછી સેરેના દબાણ હેઠળ જણાતી હતી પરંતુ બીજા સેટમાં તેણે ૭-૫ના સ્કોરથી સફળતા મેળવી હતી અને એ પછી ત્રીજો સેટ પણ સંઘર્ષ કરીને સેરેનાએ ૮-૬થી જીતી લીધો હતો.

બીજા ક્રમની સેરેનાએ વિમ્બલડનમાં ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યોછે અને તે બે વખત ચેમ્પિયન બની છે. દરમિયાન મેન્સ સિંગલ્સમાં બુધવારે મોડી રાત્રે રમાયેલી કવાર્ટર ફાઇનલમાં એન્ડી રોકિ પાંચ સેટની ભારે લડત બાદ ઓસ્ટ્રિયાના લેટન હેવિટને ૬-૩, ૬-૭(૧૦-૧૨), ૭-૬ (૭-૧), ૪-૬, ૬-૪ખી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ચોથા ક્રમનો અમેરિકન ખેલાડી રોકિ હવે સેમિફાઇનલમાં એન્ડી મરે સામે ટકરાશે. વિમ્બલડન ૨૦૦૯ની મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં મુકાબલો હવે નક્કી થઇ ગયા છે. મરે અને રોકિ એક સેમિફાઇનલમાં શુક્રવારે રમશે અને બીજી સેમિફાઇનલમાં ટૂર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ રોજર ફેડરર અને ટોમી હાસ વચ્ચે મુકાબલો થશે.

ટોમી હાસે બુધવારે નોવાક જોકોવિચને ૭-૬, ૭-૬(૮-૬), ૪-૬, ૬-૩થી હરાવ્યો હતો જયારે ફેડરરે ઉવો કાર્લોવિકને ૬-૩, ૭-૫, ૭-૬ (૭-૩)થી હરાવ્યો હતો. અન્ય કવાર્ટર ફાઇનલમાં એન્ડી મરેએ જુઆન કાર્લોસ ફરેરોને ૭-૫, ૬-૩, ૬-૨થી હરાવ્યો હતો.

પેસ અને બ્લેકની જોડી સેમિફાઈનલમાં

વિમ્બલડન ટેનિસની મિકસ ડબલ્સ ઇવેન્ટમાં ભારતના લિએન્ડર પેસ અને ઝિમ્બાબ્વેની કારા બ્લેકની ટોચના ક્રમાંકની જોડીએ બ્રાઝિલના આન્દ્રે શો અને જાપાનની આઈ સુગિયામાની જોડીને ૬-૩, ૬-૩થી સીધા સેટમાં હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યોહતો. કવાર્ટર ફાઈનલ મેચ જીતવા માટે પેસની જોડીએ ૬૮ મિનિટનો સમય લીધો હતો.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: