Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

આજે ત્રીજી વન-ડે, ભારત દબાણ હેઠળ

શ્રેણી જીવંત રાખવા વિન્ડીઝને હરાવવું જરૂરી, સાંજે ૭.૦૦ કલાકે ટેન સ્પોર્ટ્સ પરથી પ્રસારણ

one dayબીજી વન-ડેમાં શરમજનક પરાજય બાદ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે રમાનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં દબાણ હેઠળ રમશે. ટેન સ્પોર્ટ્સ પરથી ભારતીય સમય મુજબ સાંજે ૭.૦૦ કલાકે મેચનું જીવંત પ્રસારણ કરાશે.

ભારતની સૌથી મોટી ચિંતા તેના મોખરાના ક્રમના બેટ્સમેનોનું કંગાળ ફોર્મ છે. ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક અને રોહિત શર્મા આ શ્રેણીમાં ખાસ નોંધપાત્ર દેખાવ કરી શકયા ન હતા અને તેમાંય બીજી વન-ડેમાં તો સાત રનના કુલ સ્કોર સુધીમાં આ ત્રણેય બેટ્સમેન આઉટ થઇ ગયા હતા.

યુવરાજસિંધે પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી હતી અને બીજી મેચમાં ૩૫ રન નોંધાવ્યા હતા જયારે ધોનીએ બીજી મેચમાં ૯૫ રન નોંધાવ્યા હતા પરંતુ અન્ય બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. ભારતના કંગાળ દેખાવને કારણે જ બીજી વન-ડે જીતીને વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૧-૧થી સ્કોર સરભર કરવામાં સફળતા મેળવી હતી.

એકાદ બે ખેલાડીઓના પ્રદર્શનને બાદ કરતાં શ્રેણીની બંને વન-ડેમાં ભારતનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું નથી. હવે શુક્રવારે ત્રીજી વન-ડે જીતીને ભારતે એ ખાતરી કરાવવાની રહેશે કે તે શ્રેણી હારશે નહીં. ઇંગ્લેન્ડમાં યોજાયેલા ટી૨૦ વલ્ર્ડકપમાંથી વહેલા આઉટ થઇ ગયા બાદ ભારતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનો દરજજો પુરવાર કરવા માટે આ શ્રેણી જીતવી લગભગ ફરજિયાત બની ગઇ છે. આ માટે તેના બેટ્સમેનોએ શોર્ટ પિચ બોલ સામે રમવાની પોતાની નબળાઇ દૂર કરવી પડશે.

આ ખામીને કારણે જ રવિવારની મેચમાં રવિ રામપોલ સામે ભારતીય ખેલાડીઓ શરણે થઇ ગયા હતા. રવિવારની મેચનો શરમજનક પરાજય ધોનીની ટીમ માટે આંખ ઉઘાડનારો બની રહેશે.

હજી બે મહિના અગાઉ ભારતીય ટીમની કોઇ ખામી શોધી શકાતી ન હતી પરંતુ અચાનક જ ટીમ દબાણ હેઠળ આવી ગઇ હોય તેમ લાગે છે અને રમતનાં તમામ પાસાંમાં ખેલાડીઓ નબળા પુરવાર થઇ રહ્યા છે. બોલિંગમાં ભારતીય બોલર વધુ પડતા નો-બોલ અને વાઇડ ફેંકતા થઇ ગયા છે.

ભારતને હરાવવા આતુર છીએ : રામદીન

વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ શુક્રવારની ભારત સામેની ત્રીજી વન-ડેનું મહત્ત્વ સમજે છે અને અમે આ મેચમાં ભારતને હરાવવા આતુર છીએ તેમ વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ ટીમના ઉપસુકાની રામદીને જણાવ્યું હતું.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ચાર વન-ડેમેચની શ્રેણીની ત્રીજી વન-ડે શુક્રવારે અહીં રમાશે. રામદીને જણાવ્યું કે શુક્રવારની મેચ ઘણી મહત્ત્વની છે અને જે ટીમ જીતશે તે શ્રેણી હારવાની નથી. જોકે આ મેચ જીતવાનો અમને આત્મવિશ્વાસ છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: