૨૦૦૫માં ઓસ્ટ્રેલિયન ટીમ એશિઝ ટ્રોફી જાળવી રાખવામાં નિષ્ફળ રહી તે માટે ટીમના કોચ જહોન બુચાનન જવાબદાર હતા તેમ ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ડેમિયન માર્ટિને આક્ષેપ કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાંથી અકાળે નિવૃત્તિ જાહેર કરી દેનારા માર્ટિને એવો દાવો કર્યો હતો કે ટીમ મેનેજમેન્ટે ઇંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીને એક સામાન્ય શ્રેણી તરીકે માની લીધી હતી અને તેના માટે પૂરતી યોજના જ ઘડી ન હતી.
શેન વોર્ન અને સ્ટુઅર્ટ મેકગિલે અગાઉ આ પ્રકારના આક્ષેપ કર્યા હતા અને તેમની દલીલો સાચી હતી. એ શ્રેણીમાં રમેલા મોટાભાગના ખેલાડી આ દાવા સાથે સહમત થશે. અમારા તરફથી કોઇ યોજના જ ન હતી.
Name:
Email ID:
Comments:
Code: