Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

શા માટે પડતો મુકાયો તેની હજી સમજ પડતી નથી : મોહમ્મદ કૈફ

વન-ડે ટીમમાં પરત ફરવા મોહમ્મદ કૈફ આશાવાદી

Mohammad-Kaifભારતીય ટીમમાંથી ફેંકાઇ ગયેલો મિડલ ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ કૈફ ફરીથી ટીમમાં આવવા માટે આશાવાદી છે અને તે હજી પણ સમજી શક્યો નથી કે શા માટે તેને ભારતીય વન-ડે ટીમમાંથી પડતો મુકાયો હતો.

પોતાની ચુસ્ત ફિલ્ડિંગ માટે લોકપ્રિય બનેલો મોહમ્મદ કૈફ તેના ઇન્ટરનેશનલ રેકોર્ડ અને ગઇ સિઝનમાં ઘરઆંગણાનાં ક્રિકેટમાં નોંધાવેલા પ્રદર્શનને આધારે આગામી સઝિનમાં ભારતીય ટીમમાં પરત ફરવા માટે આશાવાદી છે.

૨૦૦૫-૦૬ની સઝિનમાં કૈફ તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં હતો પરંતુ તે હજી પણ સ્વીકારવા તૈયાર નથી કે માત્ર ફોર્મને કારણે જ તેને ટીમમાંથી બહાર કરી દેવાયો હતો. મને એ સમજાતું નથી કે શા માટે મને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. હું મારા શ્રેષ્ઠ ફોર્મમાં હતો.

૨૦૦૬માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે મને અંમિત ઇલેવનમાંથી બાકાત રખાયો હતો. એ પછી મને ટીમમાં સ્થાન મળ્યું અને મેં ઇંગ્લેન્ડ સામે ૯૧ રન નોંધાવવા ઉપરાંત બે અડધી સદી પણ ફટકારી હતી. જોકે મને નહીં રમાડવાનો ટીમનો નિર્ણય હતો અને મારે એ અંગે કોઇ કોમેન્ટ કરવી નથી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: