Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

સંજય માંજરેકરે વિન્ડીઝ શ્રેણીને અર્થહીન ગણાવી

ભરચક કાર્યક્રમ વચ્ચે આ શ્રેણીની જરૂર જ ન હતી

Sanjay-manjrekarભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને હાલના જાણીતા કોમેન્ટેટર સંજય માંજરેકરે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યારે રમાઇ રહેલી ચાર મેચની વન-ડે શ્રેણીને અર્થહીન ગણાવી હતી. તેણે જણાવ્યું હતું કે અગાઉથી જ ટીમના ભરચક કાર્યક્રમમાં આ શ્રેણી યોજવા પાછળ કોઇ તર્ક જણાતો નથી અને તેનાથી ખેલાડીઓ પર માત્ર બોજો વધવાનો છે.

ઇંગ્લેન્ડમાં ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ રમ્યા બાદ ભારતીય ટીમ સીધી વેસ્ટ ઇન્ડીઝ ચાલી ગઇ હતી અને એ અગાઉ તે આઇપીએલમાં રમી હતી. આમ તાજેતરમાં તેને જરાય આરામ મળ્યો નથી. વર્લ્ડકપમાં ભારતના કંગાળ દેખાવ બાદ ખેલાડીઓની ફિટનેસ અને થાક અંગે પણ ચર્ચા થઇ રહી છે.

આ અંગે સંજય માંજરેકરે જણાવ્યું હતું કે આ શ્રેણીના આયોજન પાછળ કોઇ તર્ક જણાતો નથી. છેક વેસ્ટ ઇન્ડીઝ જવું અને ત્યાં જઇને માત્ર ચાર વન-ડેની શ્રેણી રમવી તે બાબત હજમ થતી નથી. વર્લ્ડકપ પછી ખેલાડીઓને ચાર મેચ માટે વેસ્ટ ઇન્ડીઝનો લાંબો પ્રવાસ કરાવવાનો કોઇ અર્થ રહેતો નથી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: