Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

માન-સન્માનનો ભૂખ્યો અનુ મલિક

લાંબા ગાળે સંગીતકાર અનુ મલિક ‘કમ્બખ્ત ઇશ્ક’ દ્વારા સાંભળવા મળશે, કેમ કે ટીવી પર તે જજ તરીકે માત્ર જોવા મળે છે. મનોરંજન ઉધોગમાં નવરા લોકોની જમાતને રિયાલિટી શોમાં જજ બનાવી દેવાય છે, જે વત્તાઓછા અંશે નિષ્ફળતાની સજા જેવું છે.

anu malikઆ રમતમાં ગુનેગાર જજ બની જાય છે અને જજને ગુનેગારના કઠેડામાં ઊભા કરી દેવાય છે. એક નાટક જોયેલું, જેમાં ફાંસીની સજા પામેલો ગુનેગાર જજના ઘરે પહોંચી જાય છે. એની પાસે હથિયાર છે અને એ જજને ગુનો કબૂલ કરવાની ફરજ પાડે છે.

વીર સંઘવીને આપેલા લાંબાલચક ઇન્ટરવ્યૂમાં અનુ મલિક કહે છે કે ત્રીસ વર્ષથી કામ કર્યા બાદ અને અનેક સફળ ધૂનો રચ્યા બાદ પણ એને માન નથી મળ્યું. એને લાગે છે કે ફેશનેબલ કપડાં અને તડક ભડક જીવનશૈલીને કારણે જ એની ઇમેજ એક સંગીતકારની નહીં પણ પ્લેબોયની માની લેવાઈ છે.

અનુ મલિક સાહેબ, તમે તમારા આદર્શ એવા સંગીતકાર જયકિશનને (શંકર-જયકિશનવાળા) યાદ કરો, જેઓ પોતાના ટોચના દિવસોમાં પોતાના સમકાલીન સ્ટાર્સ કરતાં વધુ સારા કપડાં પહેરતા તથા એમની આધુનિક જીવનશૈલી શ્રેષ્ઠી વર્ગના યુવાનોમાં ઈર્ષ્યા પેદા કરે એવી હતી.

અનુ મલિકને પોતાની વાતચીતની શૈલી પણ સન્માન ન મળવાનું એક કારણ ગણાવે છે. એણે સંગીતકાર લક્ષ્મીકાંતની (પ્યારેલાલ) શૈલી યાદ કરવી જોઈએ. એમની બોલચાલની શૈલી એમના ગીતો કરતાં પણ કાતિલ હતી.

અનુનું કહેવું છે કે એના પર ગીતોની ઉઠાંતરીના આક્ષેપ થયા છે અને માત્ર ‘માકારેના’ગીતની કોપી કરવાનું જ તે કબૂલે છે. સાથે જ એનું કહેવું છે કે તમામ સફળ સંગીતકારોએ વત્તાઓછા અંશે ગીતોની ઉઠાંતરી કરી જ છે. એની આ વાત સાચી છે. ઉઠાંતરી કરનારા બીજા લોકો પકડાયા નથી પણ અનુ મલિક છીંડે ચડયો છે. અનુ મલિક પ્રતિભાશાળી વ્યકિત છે અને એણે ‘સંદેશે આતે હૈં...’ જેવા મહાન ગીતની રચના કરી છે.

એના પિતા સરદાર મલિક પણ ગુણિયલ વ્યકિત હતા, પણ સંગીતના એ સુવર્ણકાળમાં શંકર-જયકિશન, નૌશાદ અને સચિન દેવ બર્મનના અદ્ભુત સર્જનોને લીધે રોશન, ખૈયામ જેવા ગુણિયલ લોકોને પણ ઝાઝી તકો ન મળી અને સરદાર મલિકને પણ લોકોએ સાંભળ્યા નહીં, અનુ મલિકે પોતાના પિતાના આ દુ:ખને સારી રીતે જોયેલું-અનુભવેલું અને લાંબા સંઘર્ષકાળ બાદ સફળતા મળતાં જ એણે નિષ્કર્ષ કાઢયો કે એને પોતાના પિતા સાથે જે થયું એ પોતાની સાથે ન થાય.

આને કારણે એણે પોતાની એવી ઇમેજ બનાવી જે એના પિતાની શાંતિ, સૌમ્ય ઇમેજ કરતાં સાવ વિપરીત હતી. આ પ્રક્રિયામાં એણે પોતાની અંદર છુપાયેલા માધુર્યને દબાવી દીધું અને ઘડી કાઢેલી લાઉડ ઇમેજના અનુરૂપ કામ કરવા માંડયું. સમજોને કે કાલ્પનિક ઇમેજ અનુ મલિકની વાસ્તવિકતા પર ભારે પડી ગઈ.

આપણે દેખાડવા માટે જે ઇમેજ ઘડીએ છીએ, લોકોને પ્રભાવિત કરવા ચોંકાવનારી વાતો કરીએ છીએ, બટકબોલાપણાને શકિત માની લઈને છીએ, આ ઇમેજ અને વાસ્તવિકતાને ઉજાગર કરતા રહેવું મોંઘું પડી શકે છે. અનુ મલિકની ‘કમ્બખ્ત ઇશ્ક’ એને કામ ભલે અપાવે પણ માન તો માન આપવાથી જ મળે છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive