Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘કમ્બખ્ત ઇશ્ક’ કમલ હાસન અભિનીત એક ફિલ્મથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ હોલિવૂડમાં થયું છે અને એમાં સિલ્વેસ્ટર સ્ટેલોન મહેમાન કલાકાર તરીકે જોવા મળશે.
અક્ષયકુમાર અને કરિના કપૂર અભિનીત આ ફિલ્મની પરિકલ્પના એ કાળમાં થયેલી, જયારે ભારતીય ફિલ્મોધોગમાં કરોડોની વાત કોડીઓની જેમ કરાતી હતી. સાજિદને કિશોર લુલ્લાની કંપની પાસેથી મોંમાગ્યા ભાવ મળેલા અને નકલી સમૃદ્ધિના દોરનો નશો સૌ પર છવાયેલો હતો.
‘કમ્બખ્ત ઇશ્ક’ તેજીના દોરમાં બનેલી અને મંદીના દોરમાં રિલીઝ થવાની છે. બધી તરફથી માર ખમી રહેલો ફિલ્મઉધોગ આ ફિલ્મની સફળતાની પ્રાર્થના કરી રહ્યો છે. સિનેમાઘરનો રસ્તો ભૂલી ગયેલા દર્શકોના પુનરાગમનનો સૌને તાલાવેલીપૂર્વક ઇંતેજાર છે. અક્ષયકુમારની છેલ્લી બે ફિલ્મો નિષ્ફળ રહી છે અને કરિના કપૂરે નિષ્ફળ ફિલ્મો આપી હોવા છતાં એની માર્કેટ વેલ્યૂ ટકી રહી છે, પણ કેટરિના કૈફનો પડકાર ઊભો થયો છે.
આમ, અક્ષય અને કરિના બન્ને માટે આ ફિલ્મ મહત્વની છે. રોકાણકારો માટે પણ પાણીની બહાર માથું રાખવાનો આ છેલ્લો મોકો છે. ચતુર વ્યવસાયી સાજિદ આ ફિલ્મના રિલીઝ પૂર્વે રોકડી કરી ચૂકયો છે પણ શાખ જાળવવી પણ જરૂરી છે.
અમિતાભ બરચન, ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના ટોચ પર હતા એ અરસામાં વ્યાવસાયિક તથા પ્રચારના પેંતરાથી જિતેન્દ્રે પોતાનું સ્થાન જાળવી રાખેલું. એવા જ દાવપેચ અક્ષયકુમાર હાલ રમી રહ્યો છે અને આ ફિલ્મ એના માટે પણ ખૂબ મહત્વની બની ગઈ છે. ઉધારના શ્વાસ પર મરવાના વાંકે જીવી રહેલા ઉધોગ માટે પણ આ ફિલ્મ ડૂબતાને તણખલાનો આશરા જેવી સાબિત થઈ શકે છે.
આ ફિલ્મના નિર્માણ પાછળનાં ભેજાંઓનો વિચાર છે કે ફિલ્મનું ઉપરનું સ્વરૂપ અત્યાધુનિક હોવું જોઈએ, લૂક ચકાચક હોવો જોઈએ. બિનનિવાસી ભારતીય દર્શકો દ્વારા જન્મેલા ડોલર સિનેમાની પ્રથમ શરત છે કે ચારેકોર ઝાકઝમાળ હોવી જોઈએ, જેમ કે સુંદર એરપોર્ટ, ચકાચક હોટેલ, મહેલ જેવા ઘર, ડિઝાઇનર વસ્ત્રો વગેરે. આ પ્રકારની વિચારધારા ધરાવનાર સાજિદ એકલો નથી.
આદિત્ય ચોપરા, કરણ જોહર, સંજય લીલા ભણસાલી વગેરે આવું જ વિચારે છે. આવા વિચારો સાથે વાર્તાના મહત્વ પર પણ ઘ્યાન આપો તો કશું જ બગડી જતું નથી. જેમ ગરીબી અને ઝૂંપડપટ્ટીના પ્રદર્શન પર વાંધો ન હોવો જોઈએ એ જ રીતે ભવ્યતા અને ઝાકઝમાળના દેખાડાને ઉતારી ન પાડવો જોઈએ.
ફિલ્મઉધોગના હાંસિયા પર બેઠેલા કેટલાક બની બેઠેલા વિશેષજ્ઞ અને મીડિયાના સરમુખત્યારો પ્રોમોના આધારે ‘કમબખ્ત ઇશ્ક’ને ‘ટશન’ પાર્ટ ટુ સમજવાની ભૂલ કરી રહ્યા છે અને એવો ભ્રામક પ્રચાર પણ કરી રહ્યા છે.
આવું કદાચ કરિનાના સુંદર દેહ અને અક્ષયના લટકા ઝટકાને કારણે થઈ રહ્યું છે. ‘ટશન’ નામના અકસ્માત બાદ આ ફિલ્મનું નિર્માણ શરૂ થયેલું અને સાજિદ સમજદાર નિર્માતા છે. જેમ ‘ગંગા જમુના’નું પુનરાવર્તન ન થઈ શકે એમ ‘ટશન’ જેવી ફૂવડતાનું પુનરાવર્તન પણ શકય નથી.
Name:
Email ID:
Comments:
Code: