Entertainment
Glamorous World Glamorous World હાઈડ પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બંનેએ ખૂબ મોજમસ્તી કરી સાથે ડિનર લીધું
બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરીને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ શેલ્સી ડેવી સાથે સંબંધો તૂટયા બાદ હવે ઓસ્ટ્રેલિયાની ગાયિકા નતાલી ઈમ્બુરગિલા અને પ્રિન્સ હેરી નજીક આવી રહ્યા હોવાની અટકળોએ જોર પકડયું છે. પ્રિન્સ હેરી તેમનાથી દસ વર્ષ મોટી ગાયિકા નતાલી સાથે નિયમિત ડેટિંગ પર જતા હોવાના અહેવાલો મીડિયામાં ફરતા થયા છે.
બ્રિટનના અગ્રણી અખબાર ‘ધ સન’માં ટાંકવામાં આવ્યું હતું કે લંડનના હાઈડ પાર્ક ખાતે એક સમારંભમાં સાંજે બંને મળ્યા ત્યારે એકબીજાને ભેટીને ચુંબન કર્યું હતું. ત્યારબાદ આખી રાત બંનેએ સાથે જ પાર્ટીનો આનંદ માણ્યો હતો અને ડિનર પણ લીધું હતું.
આટલું જ નહીં બંને એ સ્ટેજની બાજુમાં બેસીને સાથે જ ‘ધ કિલર’નો શો નિહાળ્યો હતો. શો બાદ ગાયક ટોમ જોન્સ અને અન્ય ચાર વ્યકિતઓ સાથે તેમણે એક ટેબલ પર ડિનર લીધું હતું.
કાર્યક્રમમાં નતાલીના આગમન સાથે જ પ્રિન્સ હેરીના ચહેરા પર અલગ ચમક આવી ગઈ હતી. પ્રિન્સ હેરીએ નતાલીને ભેટી તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને બંનેએ એકબીજાને ચુંબન કર્યું હતું. બાદમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન બંને સાથે જ રહ્યાં હતાં અને ખૂબ મજાક મસ્તી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે બંને એકબીજા સાથે એટલા હળીમળીને વાત કરતા હતા કે બંને વચ્ચે વર્ષોજૂની મૈત્રી હોય તેમ લાગતું હતું.
ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં પ્રિન્સ હેરી તેમની ઝિમ્બાબવેની ગર્લફ્રેન્ડથી અલગ થયા પછી ફેબ્રુઆરીમાં નતાલીએ તેના ૩૪મા જન્મદિને પ્રિન્સ હેરીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યા બાદ બંને વચ્ચે નિકટતા વધી હોવાનું માનવામાં આવે છે.
Name:
Email ID:
Comments:
Code: