Entertainment
Bollywood/Hollywood
Parde Ke Pichhe Parde Ke Pichhe આદિત્ય ચોપરા અને કબીર ખાનની (કાબુલ એકસપ્રેસ ફેમ) લેટેસ્ટ ફિલ્મ ‘ન્યૂ યોર્ક’ એક ગંભીર છતાં સાર્થક પ્રયાસ છે. અમેરિકા પર થયેલા ૯/૧૧ના આતંકવાદી હુમલામાં ટ્વીન ટાવર જમીનદોસ્ત થયા બાદ ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને (એફબીઆઈ) ૧૨૦૦ જેટલા મુસ્લિમોને સદંતર ગેરકાયદેસર રીતે યાતના કક્ષમાં મોકલી આપેલા.
ત્યાં એમને અમાનવીય યાતનાઓ અપાયેલી, પણ એકેય વ્યકિત ગુનેગાર હોવાનું સાબિત થયું નહોતું. અમેરિકન ઇતિહાસના આ નિઘર્ણ અઘ્યાયને વર્તમાન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ રદ કર્યો, પણ એ યાતના કક્ષમાંથી નીકળેલા નિસાસા અમેરિકાના અચેતન મનમાં હંમેશાં ગુંજતા રહેશે.
ફિલ્મના અંતમાં એફબીઆઈની શકિતશાળી વ્યકિત કહે છે કે માણસની જેમ રાષ્ટ્રથી પણ ભૂલ થઈ જાય છે, પણ જીવન ચાલતું રહેવું જોઈએ, કેમ કે એના સિવાય કોઈ રસ્તો પણ નથી. કયાં સુધી આપણે પાછળ જોતાં રહીશું? માણસ પાસે નહીં પણ પતંગિયા પાસે એક જ ક્ષણમાં આગળ અને પાછળ જોવાની ક્ષમતા હોય છે. મનુષ્યના જીવનમાં પતંગિયા જેવી દ્રષ્ટિ ક્ષમતાના વિકાસની પ્રાર્થના કરનારી આ ફિલ્મ દરેક દ્રષ્ટિએ સારી હોવા છતાં દર્શકોને અંદરથી ભીંજવી શકતી નથી.
કેમકે આ અજીબોગરીબ દુ:ખને સહેનારાઓની અનુભૂતિ દર્શકો લગી પહોંચાડવા સક્ષમ કેમેરા નહીં બલકે કલાકારોની જરૂર હોય છે. જેવું આપણે પાકિસ્તાની ફિલ્મ ‘ખુદા કે લિયે’માં અનુભવી ચૂકયા છીએ. એ ફિલ્મની પ્રત્યેક ફ્રેમ ન માત્ર કસાયેલી હતી, બલ્કે ફિલ્મના કલાકારો પોતાના પાત્રને જીવી ગયેલા.
જોન અબ્રાહમ, નીલ નીતિન મુકેશ અને કેટરિના કૈફે પ્રામાણિકતાપૂર્વક અભિનય કર્યો છે, પણ પરદા પર દર્દ દેખાતું નથી. જો તમે ‘ખુદા કે લિયે’ન જોઈ હોય કાં ઓલિવર સ્ટોનની ‘વલ્ર્ડ ટ્રેડ સેન્ટર’ ન જોઈ હોય કાં લોરેન્સ રાઇટની ‘ધ લૂમિંગ ટાવર’ અને હર્ષની ‘ચેન ઓફ કમોડ’ન વાંચી હોય તો તમને ‘ન્યૂ યોર્ક’ લગભગ કલાસિક જ લાગત. એફબીઆઈ અને અંડરવલ્ર્ડની અમાનવીય રીતરસમોમાં કોઈ ફરક નથી. અમેરિકાએ એક અત્યંત વિચલિત અને ડરેલા દેશની જેમ યાતના શિબિર તૈયારી કરી છે અને આતંકવાદ સામે લડવાની પ્રક્રિયામાં જાતે જ આતંકવાદી થઈ ગયો છે. નફરતની રમતનો આવો જ અંજામ આવે છે.
અપરાધના વિરોધમાં ચલાવેલી ઝુંબેશ તમારા આત્મામાં તાંબું ભરી દે છે. આ ફિલ્મ અમેરિકાના તાલિબાનીકરણનું દર્શન તમને નજીકથી કરાવે છે. સારી વાત એ છે કે આ બર્બરતાથી મુકત થવાની પહેલ ઓબામા કરી ચૂકયા છે. અન્યાયથી કાયમ જ અન્યાય પેદા થાય છે. મહાત્મા ગાંધી એકમાત્ર વ્યકિત હતા જેમણે સાધન અપવિત્ર હોવાથી સાઘ્ય પણ કલંકિત થઈ જવાની વાત કરેલી.
આદિત્ય ચોપરાની વાર્તા અને કબીર ખાનના દિગ્દર્શનના વખાણ થવા જોઈએ. એમણે સાહસભર્યું કામ પૂરી નિષ્ઠાથી કર્યું છે, પણ આંખો ભીની થતી નથી, ગળામાં અવાજ રુંધાતો નથી. શકય છે કે અનેક લોકો આ પ્રયાસની પ્રામાણિકતાને કારણે એને વખાણે અને એ જરૂરી નથી કે દરેક વખતે કલાસિકની અપેક્ષા રખાય.
Name:
Email ID:
Comments:
Code: