Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

સાત મહર્ષિઓની તપોભૂમિ : સપ્તેશ્વર મહાદેવ

sapteshwar_mahadevસાબરકાંઠાના ઇડર નજીક ડેભોલ અને સાબરમતી નદીના સંગમે સર્જતા આ સ્થળનાં દર્શને દરરોજ હજારો યાત્રાળુઓ આવે છે.પવિત્ર પાણીની ગંગાધાર કુદરતી રીતે જ સ્થળનું પ્રક્ષાલન કરી રહી છે.

સપ્તેશ્વર મહાદેવના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે આ શિવજીનું સ્થળ છે. શ્રાવણ માસમાં અને અમાસેએ મેળા જેવું વાતાવરણ સર્જાય છે. કહેવાય છે કે સાત ઋષિઓએ અહીં તપશ્ચર્યા કરી હતી. કેટલાંય વરસોથી લોકો સપ્તર્ષિ શિવલિંગના દર્શનાર્થે આવી પૂજાવિધિ કરે છે.

ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશનર કૃષ્ણચંદ્ર સગરે આ સ્થળની મુલાકાત લીધેલી. તેમણે અભ્યાસ કરી જણાવેલ કે આ સ્થળ ત્રેતાયુગ સાથે અને ભારતીય ખગોળવિધા સાથે સંકળાયેલું છે.

સાત ઋષિઓ એટલે ધર્મગ્રંથો મુજબ કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ. આ સાતે ઋષિઓ એકસાથે હાજર રહ્યા હોય તો એ બાબત અત્યંત મહત્ત્વની લેખાય. મહાદેવમાં સાતેય શિવલિંગ જુદાં જુદાં એવી રીતે ગોઠવાયેલાં છે કે જાણે આકાશમાં સપ્તર્ષિઓ જ જોઇ લો. એ પણ શકય છે કે જે યુગમાં આ ઋષિઓ અહીં પૂજા કરતા હતા તે યુગમાં સપ્તર્ષિ તારાની સ્થિતિમાં જ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય.

કૃષ્ણચંદ્ર સગરના મતાનુસાર આ સપ્તર્ષિઓનો સમય ઇ.સ. પૂર્વે પંદરમી સદીનો હતો. એટલે કે આજથી લગભગ ૩૪૦૦ વર્ષ પૂર્વે આ સપ્તર્ષિઓએ ભેગા મળી તપશ્ચર્યા કરી હોવી જોઇએ. બે નદીઓનાં સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતા આ મંદિરનાં દર્શન કરી ધન્ય બની ગયો.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 





News Archive