Gujarat
Vadodara City Vadodara City
સંખ્યાબંધ વિધાર્થીઓ વતન પરત ફરવાનું વિચારી રહ્યાં છે
ભારતીય વિધાર્થીઓને લેબનીસ યુવકો ધમકી આપીને નોકરીમાંથી જબરજસ્તીથી કઢાવી રહ્યા છે
ઓસ્ટ્રેલિયામાં લેબનીસ યુવકો ભારતીય વિધાર્થીઓ અને યુવકો વિરુદ્વ ષડ્યંત્ર રચીને ખુલ્લેઆમ વંશીય હુમલા કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી રહ્યા છે. એક ડઝનથી વધુ થયેલા હુમલામાં માત્ર ત્રણથી ચાર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. બાકીના કેસમાં પોલીસ ચૂપ છે. અમે આ ઘટનાઓ બાદ ઓસ્ટ્રેલિયામાં ભણવા આવેલા વંશીય હુમલાનો ભોગ બનેલા ભારતીય વિધાર્થીઓના સમર્થનમાં આજે મેલબોર્ન ખાતે યોજાયેલી રેલીમાં જોડાઇને સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે એમ ઓસ્ટે્રેલિયાના મેલબોર્ન શહેરમાં જોબ કરતાં અને વડોદરાના કારેલીબાગમાં રહેતા કુણાલ પટેલે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
કુણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મેલબોર્ન અને સડિનીમાં લેબનીસ યુવકોના છૂટાછવાયા હુમલા તો થતા હતા. પરંતુ છેલ્લા એક મહિનાથી તો હુમલાની સંખ્યા વધી ગઇ છે. ખાસ કરીને ભારતીય અને ભારતીય મૂળના વિધાર્થીઓ પર તો હિંસક હુમલાનો સલિસિલો થઇ ગયો છે. અલગ-અલગ યુનિવર્સિટીમાં ભણતાં અને ગુજરાન ચલાવવા માટે પાર્ટ ટાઇમ જોબ કરતાં ભારતીય વિધાર્થીઓને લેબનીસ યુવકો ધમકી આપીને નોકરીમાંથી જબરજસ્તીથી કઢાવી રહ્યા છે.
આ ઘણી જ દુ:ખદ અને ભયભીત કરે તેવી ઘટના છે. અમે ડર્યા જરૂર છીએ પણ અમે હિંમત હાર્યા નથી. ઓસ્ટ્રેલિયામાં ભારતીય હુમલાના બનાવોને પગલે માતા-પિતા ચિંતામાં આવી ગયા છે. તેઓ સતત ફોન કરીને ખબરઅંતર પૂછી રહ્યાં છે. આજની રેલી દ્વારા અમે ભારતીય વિધાર્થીઓ અને યુવકોએ ભેગા થઇને ઘટનાને વખોડી કાઢીને વિરોધ નોંધાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં દોઢ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ચિરાયુ પટેલના મોટા ભાઇ હિરેન પટેલે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિધાર્થીઓ પર થઇ રહેલા વંશીય હુમલાથી ચિંતત બનીને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, નાનો ભાઇ ચિરાયુ કુશળ છે તો છે. પણ અમારી ચિંતા ઓછી થઇ નથી. હાલમાં અમે દરરોજ ફોન પર વાત કરીને તે હેમખેમ છે કે કેમ તેની પૃરછા કરી રહ્યા છીએ.
ચિરાયુ પટેલ સાથે વાત થઇ તો ઓસ્ટ્રેલિયન યુવકો ભારતીયોને ગમે તેમ કરીને દેશ છોડી દેવા માટે ધમકીઓ આપી રહ્યા છે. નોકરીઓમાંથી કઢાવી રહ્યા છે. નોકરી ન છોડનાર વિધાર્થી અને યુવાનો પર હુમલો કરી રહ્યા છે. આ ઘણી જ ચિંતાજનક પરિસ્થિતિ છે. ચિરાયુ પટેલ હોટલ મેનેજમેન્ટનો વિધાર્થી છે અને તે હાલમાં હોટલમાં નોકરી પણ કરી રહ્યો છે. તેને પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી નોકરી છોડીને માત્ર અભ્યાસ પર કરવા પર જ ઘ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું છે.
Name:
Email ID:
Comments:
Code: