Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeSportsOther Sports Other Sports

બેડમિન્ટન : ભારતનો પી. કશ્યપ ફાઇનલમાં

kashyapફ્રાન્સમાં યોજાયેલી ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના પી. કશ્યપે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રીજા ક્રમના કશ્યપે સેમિફાઇનલમાં સ્પેનના પાબ્લો એબિયનને ૧૬-૨૧, ૨૧-૧૯, ૨૧-૯થી હરાવ્યો હતો.

ફાઇનલમાં હવે તેનો મુકાબલો ઇંગ્લેન્ડના રાજીવ ઓઉસેફ સામે થશે. બીજા ક્રમના રાજીવે અગાઉ રમાયેલી સેમિફાઇનલમાં પાંચમા ક્રમના પીટર મિકેલસેનને ૨૧-૧૭, ૨૧-૧૬થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યોહતો. વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતની સયાલી ગોખલેએ પ્રથમ સેટ તો જીતી લીધો હતો પરંતુ અંતે તેનો બીજા ક્રમની જિલ પિલાર્ડ સામે ૨૧-૧૯, ૧૫-૨૧, ૧૬-૨૧થી પરાજય થયો હતો.

સયાલીએ કવાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની રોઝલિનાને ૨૧-૧૫, ૧૬-૨૧, ૨૧-૧૬થી હરાવી હતી. અન્ય ભારતીયોમાં આદિત્ય પ્રકાશ અને નેહા પંડિતનો સમાવેશ થતો હતો. રાજીવ સામેની મેચમાં આદિત્યનો ૧૦-૨૧, ૧૩-૨૧થી પરાજય થયો હતો જયારે કાતિ ટોલમોફ સામેની મેચમાં નેહા પંડિતનો ૧૨-૨૧, ૨૦-૨૨થી પરાજય થયો હતો.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: