Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeGujaratAhmedabad City Ahmedabad City

એઆઇઇઇઇમાં અમદાવાદ અવ્વલ

AIEEEરાજયના ૨૫ હજાર પૈકી રેન્ક મેળવનારા ૧ હજાર વિધાર્થીને પ્રવેશ મળશે

દેશની ટોચની ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટમાં પ્રવેશ માટે લેવાતી એઆઇ ત્રિપલ ઇ (ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એકઝામિનેશન)ની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરાયું છે. એપ્રિલમાં લેવાયેલી પરીક્ષા અંતર્ગત દેશભરમાંથી ૮ લાખ વિધાર્થી પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષા આપનારા ૨૫૦૦૦ વિધાર્થીમાંથી પ્રથમ ૧૦૦૦ રેન્ક મેળવનારા વિધાર્થીઓને આ સંસ્થાઓમાં પ્રવેશ મળશે.

ગુજરાત શહેર અને દેશભરની વિવિધ ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટની આશરે ૧૫૦૦૦ બેઠકો પર પ્રવેશ માટે ૨૬ એપ્રિલે પરીક્ષામાં લેવાઈ હતી. જે અંતર્ગત શનિવારે જાહેર થયેલા પરિણામ મુજબ અમદાવાદની એચ.બી. કાપડિયા સ્કૂલના વિધાર્થી ઋષભ વર્માએ(બી.આર્કમાં) સ્ટેટ નંબર રેન્ક પ્રાપ્ત કર્યોછે. જયારે બી.ટેક.માં વડોદરાના દર્શન કપાસીએ રાજયમાં પ્રથમ અને સ્મિત પટેલે બીજું સ્થાન મેળવ્યું છે.

અમદાવાદમાં ડીપીએસ સ્કૂલના વિધાર્થી આદિત્ય ઐયરે બી.ટેક.માં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યોછે. સાથે જ ડીપીએસના હરમિન શાહે બીટેકમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયેલાના વિધાર્થી સાહિલ શાહે છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. જયારે સુરતની અંજલિ ખેતાને છઠ્ઠો રેન્ક મેળવ્યો છે. બીજી તરફ નવસારીના જીતીન શાહે પણ છઠ્ઠો ક્રમાંક મેળવ્યો છે.

જયારે અમદાવાદના રચિત શાહે ૧૨મો, જીત ઓઝાએ ૧૫મો, અંશુલ પટેલે ૧૭મો, યોગેશે ૧૮મો, જયારે સુવુચી શ્રીવાસ્તવે ૨૦મો, આકાશ ચૌહાણે ૨૫મો રેન્ક, વિકાર પૂર્ણયાએ ૩૧મો રેન્ક, ઉજજવલ એ ૩૩મો રેન્ક, રાજા જૈને ૩૬મો રેન્ક, અભિમન્યુ શ્રીવાસ્તવે ૪૧ મો રેન્ક, મંથન શાહે ૪૪મો રેન્ક, ૫૦મો રેન્ક કપલ મોદીએ મેળવ્યો છે. જયારે વિશ્વભારતી સ્કૂલના રઘુવીર સાંઘલાએ મેળવ્યો છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: