Gujarat
Rajkot City Rajkot City
પારો ઘટયો પરંતુ ઉકળાટને કારણે જનજીવન પરસેવે રેબઝેબ
રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પવનનું જોર વધતાં ધુળની ડમરીઓ ઉડી હતી. જામનગરમાં ૬૦ કિમિની ઝડપે પવન ફૂંકાયો હતો.આજે સર્વત્ર તાપમાન ૪૦.૦ ડિગ્રીથી નીચું રહ્યું હતું પરંતું હવામાં ભેજનું પ્રમાણ વધતા તથા આછાં વાદળો વચ્ચે અનુભવાયેલા અસહ્ય ઉકળાટ વચ્ચે જનજીવન પરસેવે રેબઝેબ બન્યું હતું.
ચોમાસાના આગમન પૂર્વે બંધાતા જતા વાતાવરણ અંતર્ગત દબાણ ઘટીને ૯૯૯.૭ મિલિબાર થયું હતું. અને પશ્ચીમી પવનોને પગલે હવામાં ભેજનું પ્રમાણ પણ વધવા પામ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી આકરા બફારાનો માહોલ આજે પણ જળવાઇ રહ્યો હતો.રાજકોટમાં આજે સવારથી આકાશમાં આછાં વાદળો છવાયા હતા.
સૂર્યનારાયણ હળવા પડયા હોય તેમ આજે મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી રહ્યું હતું. પવનની સરેરાશ ઝડપ ૨૩ કિમિની રહી હતી. એક તબક્કે રાજકોટમાં ૪૦ કિમિની ઝડપે પવન ફૂંકાતા ધુળની જોરદાર ડમરીઓ ઉડી હતી. સમગ્ર દિવસ બેફામ ઉકળાટ અનુભવાયો હતો. જામનગરમાં આજે મિનિવાવાઝોડાં જેવો ૫૦થી ૬૦ કિમિની ઝડપે વેગીલો પવન ફૂંકાયો હતો. મહત્તમ તાપમાન ૩૬.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું.
અમરેલીમાં મહત્તમ ૩૮.૫ ડિગ્રી , જૂનાગઢમાં મહત્તમ ૩૬.૫ ડિગ્રી, ભુજમાં મહત્તમ ૩૪.૮ ડિગ્રી તેમજ ભાવનગરમાં મહત્તમ ૩૯.૮ ડિગ્રી તાપમાન સાથે આકરા તાપમાંથી મુકિત મળી હતી પરંતુ આકરા ઉકળાટે જનજીવન પરેશાન બન્યું હતું. મોટાભાગના પંથકોમાં એક તબક્કે પવનની ગતિ વધીએ ૨૫ કિમિ થવા પામી હતી.
Name:
Email ID:
Comments:
Code: