Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

વાહનચોર ત્રિપુટી ઝડપાઇ : ચાર ભેદ ખૂલ્યા

triputiબે ઉઠાવગીર બાળઆરોપી હોય બન્નોને બાળઅદાલત હવાલે કરાયા

શહેરમાં વધી રહેલા વાહનચોરીના બનાવોમાં મોટાભાગના ટાબરિયાઓ મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે આવી ટાબરિયા ગેંગ પર તપાસનો દોર શરૂ કર્યો છે ત્યારે આવા જ કિસ્સામાં પોલીસે બાતમીના આધારે એક યુવાનને ચોરાઉ હોન્ડા સાથે ઝડપી લીધા બાદ ચાર વાહન ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જયારે પકડાયેલા યુવાન સાથે વાહનચોરીમાં મદદ કરતો પિતરાઇ ભાઇ સહિત બે ટાબરિયાની પોલીસે ધરપકડ કરી રૂ.૧.૧૫ લાખના ત્રણ ચોરાઉ વાહન જપ્ત કર્યા હતા.

કોઠારિયા રોડ હુડકો બસ સ્ટેન્ડ નજીક એક યુવાન શંકાસ્પદ બાઇક સાથે ઊભો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભકિતનગર પોલીસના ઇન્સ્પેકટર બી.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. રાજભા મદદનીશ પૃથ્વીસિંહ, અમીનભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ નંબર વગરના હોન્ડા સાથે ઝડપી લઇ અટકાયત કરી હતી.

પૂછપરછમાં કોઠારિયા રોડ હુડકો કવાર્ટરની સી-૭૨માં રહેતો અને અત્તર, સ્પ્રે વેચતો સુમીત જગદીશભાઇ મજીડિયા હોવાનું અને તેની પાસે રહેલું હોન્ડા તેને ગુંદાવાડી શાકમાર્કેટમાંથી ચોર્યાની કબૂલાત આપતા બાઇક કબજે લઇ તેની ધરપકડ કરી હતી.

આકરી પૂછપરછમાં ભાંગી પડેલા સુમીતે ચુનારાવાડમાં રહેતો કાકાનો દીકરો મયૂર કમલેશભાઇ મજીડિયા (ઉ.વ.૧૭) અને આશાપુરાનગર-૩માં રહેતા મિત્ર નરેન્દ્ર દિલીપભાઇ રોજાસરા (ઉ.વ.૧૭) સાથે મળી ભકિતનગર સર્કલ પાસેથી રેસકોર્સ ફનવલ્ર્ડ પાસેથી અને ભવનાથ સોસાયટીમાંથી નવું જ એકિટવા મળી કુલ ચાર વાહન ચોર્યાની કેફિયત આપતા પોલીસે બન્નો ટાબરિયાની ધરપકડ કરી એકિટવા અને બાઇક કબજે કર્યા હતા.

જયારે રેસકોર્સમાં ચાલી રહેલા મેળામાંથી ઉઠાવેલું હોન્ડા વાંકાનેર બાઉન્ડ્રી પાસે રેઢું મૂકી દીધાનું જણાવતા પોલીસે તે વાહન કબજે કરવા શોધખોળ શરૂ કરી છે. પોલીસે સુમીતને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: