Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeInternational International

મોટા જવાળામુખી ફાટવાથી પૃથ્વી પરથી પ્રાણી લુપ્ત થયા

ભૂગર્ભ શાસ્ત્રીઓએ નવી શોધ બાદ દાવો કર્યો

lava.jpgભૂગર્ભ શાસ્ત્રીઓએ ૨૬ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પરથી પ્રાણીઓના લુપ્ત થવાના રહસ્યનો પડદો ઉઠાવતાં દાવો કર્યો છે કે, એક મોટા જવાળામુખીના ફાટવાના કારણે આ પ્રાકતિક ઘટના ઘટી હતી. બ્રિટનની લીડ્સ યુનિવર્સિટીના ભૂગર્ભ શાસ્ત્રીઓએ એક હાડપિંજર શોધા કાઢયાનો દાવો કર્યોછે, જે દર્શાવે છે કે આ ઘટના જવાળામુખી ફાટવાના કારણે થઇ હતી.

યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પોલ વિગનોલે જણાવ્યું કે, સમુદ્રી જીવોના વિલુપ્ત થવાના પ્રમાણ આપણે હાડપિંજરના રેકોર્ડમાં સ્પષ્ટ જોઇ શકીએ છીએ. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જવાળામુખી ફાટયા બાદ વાતાવરણમાં સલ્ફર ડાયોકસાઇડના ભેગા થવાથી દુનિયાની ચારે તરફ વિશાળ વાદળો રચાયાં હશે, જેના કારણે એસિડનો વરસાદ થયો હશે.

તેમણે જણાવ્યું કે, આ દરમિયાન એક મોટા મહાદ્વીપ પેંજિયા તૂટવા સહિત કેટલીય મોટી ઘટનાઓ થઇ હતી. પેંજિયાના તૂટવાના કારણે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા મહાદ્વીપનું નિર્માણ થયું.

જવાળામુખી ફાટવાના કારણે થયેલો વિસ્ફોટ ડાયનાસોર અને તે પ્રાણીઓના ધરતી પર આવતાં પહેલાં થયો હતો, જે હવે વિલુપ્ત થઇ ચૂકયા છે. આ ઘટનામાં ૯૬ ટકા સમુદ્રી પ્રજાતિઓ અને ૭૦ ટકા જમીન પર રહેતા જીવો વિલુપ્ત થઇ ગયા હતા. ‘ધ ટેલિગ્રાફ’ માં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકો આ કુદરતી આપત્તિનો સાચો સમય બતાવવા માટે પણ સક્ષમ છે.

જવાળામુખીમાંથી નીકળેલો લાવા અત્યારે પણ મેગ્માથી બનેલા જવલનશીલ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને તેનાથી સમુદ્રી જીવોના લુપ્ત થવાનો સાચો સમય સરળતાથી જાણી શકાય છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: