Entertainment
Glamorous World Glamorous World
થોડા સમયથી ટેન્શનને કારણે લિન્ડસે પાતળી થતી જાય છે તેનું સૌથી મોટું કારણ સમન્થા સાથેનું તેનું બ્રેક અપ છે. જોકે લિન્ડસે તેના દૂબળા શરીર માટે તેના ડાયેટને જવાબદાર ગણે છે
લિન્ડસે લોહાન છેલ્લાં કેટલાક સમયથી વધારે ને વધારે પાતળી થતી જાય છે. તેના શરીરમાં ફિક્કાસ પણ દેખાય છે. જોકે તેને કોઈ તેના કારણ વિશે પુછતું નથી પણ લિન્ડસેના પ્રવકતાએ જણાવ્યું કે તે અત્યારે ‘ઇટિંગ ડિસઓર્ડર’નો ભાગ બની છે તેથી તેના શરીરમાં ફિક્કાસ આવી ગઈ છે.
તેના કારણે તેનું વજન પણ ઉતરી ગયું છે. કેટલાક લોકો એમ કહે છે કે સમાન્થા રોસ સાથે થયેલા ઝઘડા પછી તેનું શરીર ઉતરી ગયું છે. તે સતત સ્ટ્રેસ હેઠળ રહે છે.
તેની અસર તેના ખોરાક પર પડી છે અને તેથી તેનું વજન ઉતરી ગયું છે. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે તે માત્ર ‘કેન્ડિ અને રેડ બૂલ’ પર જ જીવે છે. તે સિવાય તે કંઈ પણ ખાતી નથી. તે સમાન્થાથી છૂટી પડી ત્યારથી આ રીતે જ વર્તે છે અને ખોરાક પણ સરખી રીતે લેતી નથી.
જોકે તેનો પ્રવકતા કહે છે કે તે સ્ટ્રેસમાંથી બહાર આવી જશે પછી તેની તબિયત સુધરી જશે. સ્ટ્રેસના કારણે તેનું શરીર ઉતરી ગયું છે તે વાત સાચી છે. જો કે તે સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે કોઈ દવા લેતી હોય તેવું જાણવા મળ્યું નથી.
હમણાં જ તેનો એક ફોટો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં તે બે ડિસ જમવાનું ખાઈ ગઈ હતી તે બતાવવામાં આવ્યું છે. તમે જ કહો કે કોઈ જાહેરમાં એમ કહે કે મને ખાવાનું નથી ભાવતું અને પછી એકાંતમાં બે ડિસ ભરીને જમવાનું આરોગી જાય તો કોઈ કેવી રીતે તેની વાત પર વિશ્વાસ રાખી શકે.
જોકે હવે એમ પણ જાણવા મળ્યું છે કે લોહાન અને સમન્થામાં ફરી મનમેળ થઈ ગયો છે અને તેઓ લગ્ન પણ કરવાના છે. જોકે આ વાતનો કોઈ પુરાવો નથી.
Name:
Email ID:
Comments:
Code: