Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

એથ્લિટ બનશે Miss World

rachel-christie૨૦૧૨માં લંડનમાં યોજાનારી ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતવાનો દાવો કરનારી રશેલ મિસ લંડન બન્યાં પછી હવે મિસ યુકે અને મિસ વર્લ્ડ બનવાની ફિરાકમાં છે

સ્પોટ્ર્સપર્સન હંમેશા રમત સાથે સંકળાયેલા હોય છે અને તેઓ બીજા ક્ષેત્રે વધારે સફળતા નથી મેળવતા તે વાત ઓલિમ્પિક ફેમ રશેલ ક્રિસ્ટીએ ખોટી પાડી દીધી છે. ગ્લેમર સાથે જો સ્પોટ્ર્સનું કોઈ ક્ષેત્ર સંકળાયેલું હોય તો તે ફકત ટેનિસનું જ છે તેમ માનવામાં આવે છે. પણ હવે તો રશેલ ક્રિસ્ટીએ તે બાબતને ખોટી પુરવાર કરી દીધી છે. રશેલ મિસ વર્લ્ડના ક્રાઉન માટેની પણ તૈયારીઓ કરી રહી છે.

ગોર્જીયસ રશેલ ક્રિસ્ટી એક સારામાં સારી દોડવીર છે. ૨૦ વર્ષની રશેલને ગોલ્ડ મેડાલિસ્ટ તેના કાકા લિન્ફોર્ડ ક્રિસ્ટીએ દોડ માટે ટ્રેઈનીંગ આપી છે. રશેલ ૨૦૧૨માં ૪૦૦ મીટર સ્પ્રીંટર અને હેપ્ટાથ્લીટમાં તેના દેશ ઈગ્લેન્ડને રિપ્રેઝેન્ટ કરવાની છે તેમ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

રશેલને તાજેતરમાં જ મિસ લંડનનો તાજ પહેરાવવામાં આવ્યો છે. અને આવતા જુલાઈ મહિનામાં યોજાનારી મિસ ઇંગ્લેન્ડ સ્પર્ધા માટે હવે તે તૈયારીઓ કરી રહી છે. જો મિસ ઇંગ્લેન્ડની સ્પર્ધા રશેલ જીતી જશે તો ડિસેમ્બરમાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં તે ભાગ લેશે.

rachel-christieબ્યુટી કોન્ટેસ્ટમાં એક પછી એક લેપ પુરો કરનારી રશેલે કહ્યું હતું કે તેનું મુખ્ય ઘ્યેય તો એથ્લેટિકસ જ છે. એક મોડેલ બનવા માટે જરૂરી ઊંચાઈ રશેલ ધરાવે છે. પાંચ ફૂટ દસ ઇંચની રશેલ કહે છે, ‘મારા ઘર આંગણે ગોલ્ડ જીતવો મારા માટે અવિશ્વસીય હશે.’

તેના કાકા વિશે તેણે કહ્યું હતું, ‘જયારે હું મારા કાકા સાથે દોડું છું ત્યારે હંમેશા મને થાય છે કે હું પણ તેમની જેમ જ તેમણે મેળવેલું સ્થાન હાંસલ કરું.’

હવે હાલમાં તો મિસ ઇંગ્લેન્ડની સ્પર્ધા પર લક્ષ્ય તાકીને બેઠેલી રશેલે ફોટોસેશન કરાવીને લોકોને તેની સેકસ અપીલનો અંદાજ આપી દીધો છે. રશેલ આ સ્પર્ધા જીતી જશે પછી ૨૦૧૨માં લંડનમાં યોજાનારી ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતવું જ રશેલનું ઘ્યેય હશે.

તેના કાકા લિન્ફોર્ડે પણ ૧૯૯૨માં બાર્સેલોનામાં સ્પ્રીન્ટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેથી રશેલ પણ તેના કાકાના નકશાકદમ પર ચાલીને ગોલ્ડ મેડલ જીતવાની સ્વપ્ના સેવી રહી છે. અને તે માટે મહેનત પણ કરી રહી છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive