Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

૯૯ નહીં આપી શકે હસવાનો ડોઝ

ફિલ્મ રિવ્યૂ : ફિલ્મ: ૯૯

a film review of 99સચિન તેંડુલકરના નામે અનેક રેકોર્ડ બોલે છે જેમાં એક એવો રેકોર્ડ છે જયારે ૯૯ રને ૩ વખત આઉટ થયો હોય. મુંબઈનો એક બીજો સચિન(હવે વાત તેંડુલકરની નથી) કે જેની જિંદગીની દરેક ઇનિંગમાં ૯૯નો મતલબ સફળતાથી ૧ કદમ દૂરનો સ્કોર જ લખાયો છે. બીજો છે દિલ્હીનો રાહુલ જેના નસીબમાં પણ આ સ્કોર લખાયેલો છે.

બે જુદાં શહેરમાં રહેતી બે જુદી વ્યકિત પણ જેમનાં કિસ્મતમાં સામ્ય છે તેવા સચિન(કુણાલ ખેમુ) અને રાહુલ(બોમન ઇરાની)ની નિષ્ફળતાની શૃંખલા એટલે ‘પીપલ પિકચર્સ’ની ૯૯.

સ્ટેજ ઉપર જેમ જાદુગર એના ખજાનામાંથી એક પછી એક એવી જાદુગરી બહાર પાડે અને પબ્લિક તાળીઓ પાડી વધાવી લે તેનાથી વિપરીત જૂની ડબ્બામાં પડેલી એક પછી એક બહાર પડતી ફિલ્મો જોઈને પ્રેક્ષકોને લમણે હાથ દઈ બેસવાનો વારો આવ્યો છે.

પ્રયાસપૂર્વકની કોમેડી, સાહસ, રોમાન્સ અને થોડું-ઘણું મ્યુઝિક-આટલો સરવાળો એટલે પ્રોડયુસર અનુપમ મિત્તલ, આદિત્ય શાસ્ત્રીની ક્રિશ્ના ડી. કે. અને રાજ નિદિમોર દિગ્દર્શિત ‘૯૯’.

સચિન અને રાહુલની નિયતિમાં એકધારી નિષ્ફળતા લખાયેલી છે સચિન મહત્વકાંક્ષી છે. મોબાઈલના સીમકાર્ડ તો કયારેક ગાડીઓની ઉઠાંતરી, બસ આ છે તેની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવાનાં માઘ્યમો, એમાં એની સાથ છે ઝારામુદ(આયરસ ભરૂચા)નો જયારે રાહુલ એક સામાન્ય વર્ગનો નસીબને માનનારો અને પરિસ્થિતિમાં અટવાયેલો માણસ છે.

પણ હા! એની પાસે એક કવોલિટી જરૂર છે, લક ફેવરમાં છે કે નહીં તે કેટલાક નજર સામે દેખાતા સંકેતોના આધારે પારખે છે અને એ આધારો પરથી ગેમ્બ્લીંગમાં જીતવાનો પ્રયાસ કર્યા કરે છે આ ત્રણેને એકધારી નિરાશ જિંદગીનું કોચલું તોડીને બહાર આવવું છે પણ તેમાંથી જ સર્જાય છે તેમની આફતોની સફર.

પૈસાની વસૂલી માટે દિલ્હી પહોંચેલા સચિન અને ઝારામુદનો ભેટો રાહુલ સાથે થાય છે. રાહુલનો ભેટો થાય છે જેસી સાથે ગેમ્બ્લીંગની હાર-જીત દરમિયાન જેની સાથે મુલાકાત થઈ છે તે જેસી(વિનોદ ખન્ના) સફળ બિઝનેસમેન ઉપરાંત ગેમ્બલર પણ છે.

જુગારથી આગળ વધીને ક્રિકેટનો સટ્ટો એ એનો સૌથી મોટો શોખ જ નહીં પણ એક ખાનગી બિઝનેસ પણ છે, હવે આ પૈસાની વસૂલી, જુગાર, ક્રિકેટનો સટ્ટો અને એમાંથી ઉદ્ભવતી પરિસ્થિતિમાં પ્રેક્ષક કંઈક બનશે તેવી અપેક્ષામાં બેસે ત્યાં સુધીમાં માંડમાંડ પિકચરનો અંત આવે.

હીરો છે માટે હિરોઈન પણ જોઈશે જ, તો લો એ પણ છે પૂજા(સોહા અલી ખાન) દિલ્હીની હોટેલની રિશેપ્શનિસ્ટ છે. કહેવાતી ફાઇવ સ્ટાર નોકરીથી એને પણ સંતોષ નથી એટલે એને પણ પોતાનું કંઈક આગવું કામ કરવું છે.

સ્વાભાવિક છે એ સપનાં પૂરાં પાડવા હીરો એને હથેળીમાં ચાંદ બતાવવાનો. રાહુલ પણ લીડિંગ રોલ કરી શકાય તેટલી લેન્થ ધરાવતું પાત્ર છે માટે એની સાથે લડવા-ઝઘડવા જહાનવી (સિમોનસિંહ) છે. જુગાર છે, સટ્ટો છે, બુકી છે એટલે એના માટે જરૂરી એવાં પાત્રો પણ હોવાનાં. આ ટોળામાં સામેલ છે મહેશ માંજરેકર, અમિત મિસ્ત્રી વગેરે.

ટૂંકમાં અથવા લંબાણથી કહીએ તો પ્રેક્ષકોએ હસવાની જવાબદારી જાતે જ લેવાની છે. -સમીક્ષક




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: