Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

મેરા નંબર કબ આયેગા?

vaasઆઇપીએલ સિઝન ટુમાં ખેલાડીઓને ઊચી બોલી આપીને ખરીદી તો લેવાયા છે, પણ તેમને રમવા ન મળતાં તેમની કિંમત પણ વસૂલાતી નથી

આઈપીએલ સીઝન ટુ અત્યારે તેના ટોપ ગિયરમાં ચાલી રહી છે. સીઝન વન કરતાં સીઝન ટુ વધારે રોમાંચક બની રહેશે તેવી દરેકને આશા છે. આ વખતે દરેક ટીમે પોતાની રણનીતીમાં ફેરફાર કર્યા છે.

તેને કારણે જ કદાચ ગઈ વખતે સતત નિષ્ફળ જનારી ડેક્કન ચાર્જસની ટીમ અત્યારે ટોપ પર છે. તો બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે તો નિષ્ફળ જવાની પરંપરા ચાલુ જ રાખી છે.

watsonઆ તો થઈ ટીમોની વાત. હવે ખેલાડીઓની વ્યકિતગત વાત કરીએ. સીઝન ટુમાં દરેક ટીમના માલિકે લાખો ડોલર ખર્ચીને પોતાની ટીમના ખેલાડીઓ ખરીધા છે.

આ ખેલાડીઓ પર ઊચી કિંમત લગાવીને પણ કેટલીક ટીમના માલિકો જોઈએ તેવું વળતર નથી મેળવી રહ્યા, તો બીજી તરફ કેટલાક ખૂબ સારા ખેલાડીઓ હજી સુધી ટીમની બહાર બેસી રહ્યા હોવાથી ટીમ તેમની કિંમત વસુલી શકતી નથી.

વળી કોઈ ખેલાડીઓ બીજા કોઈ કારણોસર આઈપીએલ સીઝન ટુમાં ભાગ લઈ નથી શકયા. તેમની પુરતી કિંમત ચુકવી દીધા પછી પણ ટીમ માલિક તેમને રમાડી શકતા નથી તે તેમના માટે અફસોસની વાત છે.

murtazaહાલમાં ટોપ પર ચાલી રહેલી દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી આ વખતે ઓવલેસ શાહ, પૌલ કોલિંગવુડ અને ગ્લેન મેકગ્રાથ નથી રમી રહ્યા. તેમની ટીમોની મેચ ચાલતી હોવાથી તથા અન્ય કારણસર તેમણે આઈપીએલ સીઝન ટુ ગુમાવી છે તો શ્રીલંકાનો મહારૂફ તો કોઈ કારણ વિના ટીમમાંથી એકસ્ટ્રાની જેમ બહાર બેસી રહ્યો છે.

ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સમાંથી હજી સુધી મખાયા ટીની જેવા સારા બોલરને રમવાની એક પણ તક મળી નથી. તેની ટીમનો ફલીન્ટોફ પણ ઈજાને કારણે ટીમની બહાર છે. રાજસ્થાન રોયલ્સમાંથી ગઈ સીઝનમાં ઘણો સારો દેખાવ કરનાર શેન વોટસન આ સીઝનમાં તેનો જલવો દેખાડવા માટે હજી ટીમમાં પ્રવેશ મેળવી શકયો નથી.

ડેક્કન ચાર્જસની ટીમ પાસે તો એટલા બધા સારા ખેલાડીઓ છે કે તેમણે ચામિંડા વાસ જેવા ટોપ બોલરને ટીમની બહાર બેસાડી રાખવો પડયો છે. આ ઉપરાંત નુવાન ઝોયસા અને ચમારા સીલ્વા જેવા જાણીતા ચહેરાઓ પણ હજી સુધી એક પણ મેચ રમી શકયા નથી.

SHAUN-MARSHરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં ખેલાડીની મારામારી થતી હોય તેમ દ્રવિડ અને સૌથી મોંઘો ખેલાડી પીટરસન અંદરબહાર થયા કરે છે. કિંગ્સ ઇલેવન પંજાબના માર્શે ગઈ સીઝનમાં સારો દેખાવ કર્યો હોવા છતાં આ સીઝનમાં તેણે દેખા દીધા નથી.

બ્રેટ લી અને સાયમન કેટિચનું પણ કંઈક એવું જ છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ફર્નાન્ડો અને મહોમ્મદ અશરફઉલને કોઈ તક મળી નથી. હાલમાં છેલ્લા સ્થાને બિરાજમાન શાહરૂખની કોલકાતા નાઈટરાઈડર્સની ટીમમાં બાંગ્લાદેશના મુર્તજાને હજી સુધી તક મળી નથી. તેને કારણે મુર્તજા નિરાશ થઈ ગયો છે.

વળી ટીમ પણ સતત કંગાળ પ્રદર્શન કરી રહી છે. ડેવિડ હસી પણ ઓસ્ટ્રેલિયાની મેચ ચાલી રહી હોવાથી આ સીઝનમાં રમી શકતો નથી. ટીમના માલિકોએ આ ખેલાડીઓ પર પૈસા તો લગાવી દીધા છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: