Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeHealth & Lifestyle Health & Lifestyle

ભારત બનાવશે સ્વાઈન ફ્લૂની દવા

swine-fluસ્વાઈન ફ્લૂ બિમારી ખુબ ઝડપથી વિશ્વભરમાં ફેલાઈ રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં વિશ્વભરમાં આ બિમારીએ 600થી વધુ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. તેમજ આ બિમારીએ 15 જેટલા દેશોને શિકાર બનાવ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બિમારીથી બચવા માટે 72 દેશોને દવાઓ મોકલી આપી છે.

વિશ્વને આ ભયાનક બિમારીથી બચાવવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કમર કસી છે. સ્વાઈન ફ્લૂથી લડવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતને મહત્વની ભૂમિકા સોંપવાનું નક્કી કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ બિમારી સામે લડવા માટે ભારતના પુના સ્થિત સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને દવા બનાવવાની કામગિરી સોંપી છે.

આ ઈંસ્ટીટ્યુટના આઠ ડોક્ટરોની ટીમ સ્વાઈન ફ્લૂ સામે લડવા માટે દવા તૈયાર કરવા માટે લાગી છે. દવા બનાવવાનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે જેથી સમય અનુસાર ઓર્ડર પુરો કરી શકાય.

ભારતમાં અત્યાર સુધી સ્વાઈન ફ્લૂનો એક પણ કેસ પ્રકાશમાં આવ્યો નથી. કેટલાક લોકોના બ્લડ સેંપલ શકના આધાર પર લેવામાં આવ્યા છે. જો કે તપાસમાં સ્વાઈન ફ્લૂના કોઈ પણ લક્ષણ જોવા મળ્યા નથી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: