Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeNational National

સામૂહિક બળાત્કારને 5ની હત્યાના કેસમાં છને ફાંસી - સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે 1લી મેના રોજ એક મહત્ત્વપુર્ણ ચુકાદામાં છ ખુંખાર આરોપીઓને હત્યા અને સામૂહિક બળાત્કાર કેસમાં ફાંસીની સજા ફટકારી છે. આ આરોપી ડાકુઓએ 5 જૂન, 2003ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં પાંચ સભ્યોના પરિવારની હત્યા કરી હતી, જેમાંથી બે મહિલાઓ પર પહેલા બળાત્કાર ગુજાર્યો હતો. અને પછી તેને મારી નાખવામાં આવી હતી.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક જ પરિવારની બે સ્ત્રીઓ પર બળાત્કાર ગુજાર્યા બાદ પરિવારની હત્યા કરવા બદલ સુપ્રીમ કોર્ટે આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં અરિજિત પસાયત અને મુકુંદકામ શર્માની બનેલી ખંડપીઠે ચુકાદા સમયે કહ્યું હતું કે "હત્યા અને બળાત્કારના આ ગુનાને રેરરેસ્ટ ઓફ રેર(જવલ્લે જ જોવા મળતો) બનાવ ગણવો જોઈએ જેથી આરોપીઓને મૃત્યુદંડની જ સજા ફટકારી શકાય".

આ સંવેદનસીલ બનાવ અંગેની હકિકત એવી છે કે, નાસિક સેશન્સ કોર્ટે અંકુશ મારુતિ શિંદે અને તેના પાંચ સાથીઓને મત્યુદંડની સજા ફટકારી હતી પરંતુ ત્રણ આરોપીઓએ મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, બળાત્કારના ગુનામાં તેઓ સામેલ ન હતા. જેથી હાઈકોર્ટે તેમની મૃત્યુદંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી દીધી હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે ત્રણ આરોપીને ફરીથી મૃત્યુદંડની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે કરેલા નિરીક્ષણ મુજબ "પાંચ સભ્યોના કુટુંબની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી જેમાંથી ચાર લોકોની ઉંમર પણ નાની હતી. તેઓ ડાકુઓનો કોઈ મુકાબલો કરી શકવા માટે સક્ષમ પણ ન હતા. તેમ જ 15 વર્ષની એક સગીર બાળાને જાહેરમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જેથી આ આરોપીઓને મૃત્યુદંડ જ ફટકારી શકાય." આમ, સુપ્રીમ કોર્ટે 6 લોકોને ફાંસી ફટકારીને નિર્દોષ પરિવારને ન્યાય આપ્યો છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: