Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeMumbai Mumbai

પ્રથમ વખત સેલિબ્રિટીઝમાં મતદાનનો ક્રેઝ

shah_rukh_gauri_khanમતદાન માટે સેલિબ્રિટીઝ મોટી સંખ્યામાં ઊમટી પડતાં મતદાનને ગ્લેમરસ રૂપ મળ્યું હતું. આ વખતે પહેલી જ વાર સેલિબ્રિટીઝે આટલી મોટી સંખ્યામાં જે તે વિસ્તારમાં બહાર આવીને મતાધિકાર બજાવ્યો હતો અને અન્ય મતદારોને પણ ઘરમાંથી બહાર નીકળીને મતદાન કરવા માટે આહવાન કરતા હતા. મોટે ભાગે સવારના ભાગમાં જ સેલિબ્રિટીઓએ મતદાન કર્યું હતું.

* નેતા-અભિનેતાના ‘આંગળી પર તિલક’

જુહુમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બરચન અને ઐશ્વર્યા બચ્ચન એકસાથે આવીને મતદાન કર્યું હતું. ચેમ્બુરના સુભાષનગરમાં મત આપનારી અભિનેત્રી વિધા બાલને જણાવ્યું હતું કે શાંતિ અને સુરક્ષા આપવા સક્ષમ હોય તેવી સરકાર જોઈએ.

aamir_khan_voting

અમૃતા રાવે જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર તો દરેકે બજાવવો જ જોઈએ અને ગુનાહિત પાર્શ્વભૂ હોય તેમને મત ન આપવો જોઈએ. સોનાલી બેન્દ્રેએ જણાવ્યું હતું કે મતદાન કર્યું ત્યારે ખરેખર મને પુખ્ત થઈ હો તેનો અહેસાસ થયો હતો. મતદાન આપણી લોકશાહીને જીવંત રાખે છે.

* કયા નેતા-અભિનેતાએ કર્યુ મતદાન: ફોટોગ્રાફ્સ જોવા માટે અંહિ ક્લિક કરો.

પેડર રોડમાં મતદાન કરનારા રાહુલ બોસે જણાવ્યું હતું કે સૌપ્રથમ મતદાન કરનારામાં મારો પાંચમો નંબર હતો. બપોર પડે પછી મોટા મોટા ગોગલ્સ પહેરીને બહાર નીકળીને દેખાડો કરવાનો મને શોખ નથી.

મસક્કલી સોનમ કપૂર તો પહેલી જ વાર મતદાન કરવા આવી હોવાથી બહુ જ હરખાતી હતી. આમિર ખાન છેક અમેરિકાથી મતદાન કરવા અહીં દોડી આવ્યો હતો. તેણે કહ્યું હતું કે યંગ એન્ડ ડાયનેમિક સાંસદ જોઈએ. રિશી કપૂરે તો મસ્તી કરતાં જણાવ્યું હતુ કે વોટ આપવા માટે કોઈ નોટ આપતું હોય તો જરૂર લેજો, પરંતુ વોટ તમને ગમે તે જ ઉમેદવારને આપજો.

john_abraham

શાહરુખ ખાન દક્ષિણ આફ્રિકામાં આઈપીએલ છોડીને મતદાન કરવા મુંબઈ દોડી આવ્યો હતો. ગલી ઉઠા વોટ કર એવો સંદેશો આપનારો જોન અબ્રાહમ પણ વહેલા આવનારામાંનો એક હતો.

પરેશ રાવળ મતદાન કરવા આવ્યો અને ઝથઓ હતો ત્યારે મિડિયાએ તેને ધેરી લીધો હતો. પરંતુ તેણે કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

આ સિવાય કુનાલ કોહલી, કિરણ રાવ, જાવેદ અખ્તર, સ્મૃતિ ઈરાણી, શાસ્ત્રીય ગાયિકા પદ્મજા ફેનાની જોગળેકર, ક્રિકેટર સંદીપ પાટીલ, મરાઠી કલાકારો ગિરિજા ઓક, પેડી કાંબળે સહિતના કલાકારો સવારે જ મતદાન કરીને ધેરભેગાં થઈ ગયાં હતાં.

મોટા ભાગના આ કલાકારો લોકોને મતદાન કરવા માટે ઘરમાંથી બહાર નીકળવા આહવાન કરતાં જોવા મળ્યા હતા.

અનિલ અંબાણીએ જોગિંગ સાથે મતદાન પણ કરી લીધું

દક્ષિણ મુંબઈના ભદ્ર વિસ્તારમાં રહેતા ઉધોગપતિ તો સવારે નિયમિત મુજબ જોગિંગ આટોપીને જોગિંગ સૂટમાં જ મતદાન કરવા આવ્યા હતા.

bachchan_family_voting




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Reader's Feedback
nanda
Friday, 1st May 2009, 21:43
shame on big b ..they visited western contry many time..they might seen western hoiilywood movies too...so they dont know or how they ignoe the things that if you show your middle finger what dose it mean real shame on big b family..sham shamoo shame on you...jr.b sudtied in usa still he smile and how dare to take pride .. really shame shame