Entertainment
Bollywood/Hollywood
In The News In The News
ઐશ્વર્યા રાયના નામ પર ઇન્ટરનેટ પર ભલે દુનિયા ભરમાંથી હીટ મળતી હોય, પણ ભારતમાં તો અત્યારે તેના કરતાં પણ વધુ હીટ શર્લિન ચોપડાને મળી રહી છે.
શર્લિન તેની હોટ ઇમેજ માટે જાણીતી છે. તે કયારેય હોટ સીન આપવામાં ડરતી નથી. જોકે તેને ફિલ્મોમાં કયારેય સ્થાન મળ્યું નથી. તેને કેટલાક આઈટમ સોંગ જ કરવા મળ્યાં છે. આ એભિનેત્રી હવે ફિલ્મોમાં પણ ઝંપલાવી રહી છે.
આ વર્ષમાં તેની ત્રણ ફિલ્મો આવી રહી છે તેમાંથી એક તો યશરાજ બેનરની છે જેમાં તે શાહિદ કપુર અને રાની મુખરજી સાથે જોવા મળશે. શર્લિનને ‘હડીપ્પા’ નામની આ ફિલ્મમાં ખુબ મહત્વનો રોલ મળી ગયો છે.
ફિલ્મમાં તેનું મહત્ત્વ રાની જેટલું તો નહીં હોય પણ તેને જે રોલ આપવામાંઆવ્યો છે તે તેની ઇમેજ પ્રમાણેનો જ છે. આ ફિલ્મમાં તે સુપર મોડેલના રોલમાં જોવા મળશે. જે યુકેથી ભારત આવી હોય છે. અને અહીં પોતાની અદાઓથી ફેશન જગત પર છવાઈ જવા માગતી હેય છે.
કેટલીક ફિલ્મોમાં આઈટમ ડાંસ કરી ચુકેલી શર્લિન આગળ પણ આઈટમ ડાંસ કરતી રહેવા માગે છે અટલે જ ફરાહ ખાનની આગામી ફિલ્મ ‘હેપી ન્યું ઇયર’માં તેણે એક આઈટમ સોંગ સ્વીકાર્યું છે.
શર્લિન પોતાની સેકસી ઇમેજ જાળવી રાખવા માગે છે અટલે તે ૨૦૦૯ના પોતોના કેલેન્ડરમાં બીકીનીમાં જોવા મળશે. તે આ કેલેન્ડર માટે કેલવા બીચ પર ફોટા પડાવવાની છે. આ બીચ મહારાષ્ટ્રનું મોરેસિયસ કહેવાય છે.
શર્લિન આ પહેલાં પણ આવા ફોટા પડાવી ચુકી છે. તેણે તો પોતાનું એક આલ્બમ પણ તૈયાર કર્યું છે જેમાં તેણે પોતે જ ગીત ગાયાં છે. શર્લિનને ગાવાનો બહુ શોખ છે.
Name:
Email ID:
Comments:
Code: