ખૂબ સારું કોમ્બિનેશન હોવા છતાં ટીમ ઇન્ડિયામાં હજુ પણ ત્રીજા ફાસ્ટ બોલરની કમી જણાઈ રહી છે. ભારતીય ટીમના સફળ રહેલા ન્યૂ ઝીલેન્ડ પ્રવાસમાં ઝહીર ખાન અને ઇશાંત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પણ અન્ય પેસર મુનાફ પટેલે નિરાશ કર્યા હતા.
જોકે હેમિલ્ટન ટેસ્ટમાં મુનાફે બે વિકેટ ઝડપી હતી. હેમિલ્ટન ટેસ્ટ બાદ કરતાં મેનેજમેન્ટે ટીમમાં કોઈ ફેરફાર કર્યોનહોતો, જેને કારણે બાલાજી અને ધવલ કુલકર્ણી ટૂરિસ્ટની જેમ ન્યૂઝીલેન્ડ ફરીને પાછા આવ્યા.
છેલ્લાં બે વર્ષમાં ભારત પોતાની ધરતી પર જે પણ મેચ રમ્યું છે તેમાં બે ફાસ્ટ બોલર અને બે સ્પિનરનો સમાવેશ કરાયો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકામાં ત્રીજા ફાસ્ટ બોલરની જરૂર પડી હતી.
* આઈપીએલ સબંધીત વધારે સમાચારો માટે અહીં જરૂર ક્લિક કરો
મુનાફે ન્યૂ ઝીલેન્ડ પ્રવાસમાં ત્રણ ટેસ્ટમાં ૪૮.૩૩ની એવરેજથી માત્ર છ વિકેટ ઝડપી હતી. તેના આ નબળા પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયામાં તેના સ્થાન પર શંકાનાં વાદળ છવાયાં છે. ત્રીજા ફાસ્ટ બોલરના દાવેદારોમાં ઘણા પ્રબળ ઉમેદવારો છે.
બાલાજી, આર. પી. સિંહ, ઇરફાન પઠાણ, શ્રીસંત, પ્રવીણ કુમાર, મનપ્રીત ગોની, ધવલ કુલકર્ણી, પંકજ સિંહ, આશિષ નહેરા, વીઆરવી સિંહ, સિદ્ધાર્થ ત્રિવેદી જેવા બોલર્સ સતત સારું પ્રદર્શન કરીને પસંદગીકારોને આકર્ષી રહ્યાં છે, પણ અત્યાર સુધીની સૌથી સંતુલિત મનાતી ભારતીય ટીમમાં ત્રીજા ફાસ્ટ બોલરની સમસ્યા હજુ પણ છે.
* રસપ્રદ જોક્સ વાંચવા માટે અહિ ક્લિક કરો
* ધર્મ અને આધ્યાત્મનું જ્ઞાન વધારવા અહિં ક્લિક કરો
* તમારી મનપસંદ રેસીપી માટે અહિં ક્લિક કરો
Name:
Email ID:
Comments:
Code: