Gujarat
Surat City Surat City કેટલોગ તથા સીડી દ્વારા જ સાડી- ડ્રેસના ઓર્ડર મેળવવાનો અભિગમ
શહેરના ટેકસટાઈલ ટ્રેડર્સ પણ વર્તમાન સ્પર્ધાત્મક દોરમાં વ્યાપાર વિસ્તારવા સુસજજ બની રહ્યાં છે. વર્ષોથી ચાલી આવતી સિસ્ટમમાં તેઓ હવે બદલાવ લાવ્યા છે.
માર્કેટ ખાતેની દુકાન-શોરૂમ પર સાડી-ડ્રેસ મટિરિયલ્સની ખરીદી અર્થે આવતા પરપ્રાંતીય વ્યાપારીઓની રાહ જોવાના સ્થાને દેશભરના વિવિધ બજારોમાં જ સાડી- ડ્રેસ મટિરિયલ્સની ડિઝાઈનના કેટલોગ તથા હાઈટેક સીડી દ્વારા માર્કેટિંગ કરી ઓર્ડર મેળવવાની માર્કેટિંગ પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેને કારણે વ્યાપારમાં અનેકગણો વધારો મેળવવામાં પણ સફળતા મળી રહી છે.
લક્ષ્મીપતિ સારીઝ જૂથના ડિરેકટર સંજય સરાવગીના જણાવ્યા મુજબ શહેરના કાપડ ઉધોગમાં બદલાવ આવી રહ્યો છે. ટેકસટાઈલ ટ્રેડર્સ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વ્યાપારમાં પણ નવી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી રહી છે. ખાસ કરીને સુરતના કાપડઉધોગમાં વર્ષોથી ચાલી આવી રહેલી ટ્રેડીંગ પદ્ધતિમાં ફેરફાર આવી રહ્યો છે.
સામાન્યત: પરપ્રાંતના વ્યાપારીઓ, આડતીયાઓ તથા બ્રોકર્સ દ્વારા ટ્રેડર્સની માર્કેટ ખાતેની દુકાન પર સાડી-ડ્રેસ મટિરિયલ્સ નિહાળી ઓર્ડર આપે છે. પરંતુ શહેરના ઘણા ટેકસટાઈલ્સ જૂથો તથા વ્યાપારીઓ દ્વારા જાણીતી મોડલ પાસે મોડલિંગ કરાવી સાડી- ડ્રેસ મટિરિયલ્સની ડિઝાઈનના કેટલોગ તૈયાર કરાવવામાં આવી રહ્યાં છે.
આ જ પ્રકારે મોડલીંગની લાઈવ સીડી બનાવીને પણ વેપારીઓને આપવામાં આવી રહી છે. જેના આધારે પરપ્રાંતના વ્યાપારી પાસે ઓર્ડર મેળવવામાં આવે છે. શહેરની લગભગ ૫૦ જેટલા મોટા બ્રાંડ જૂથો તથા મોટા પ્લેયર્સ આ પ્રકારે નવી માર્કેટિંગ પદ્ધતિથી આગળ ધપી રહ્યાં છે.
ખાસ સેલ્સ એકિઝકયુટિવ મારફત માર્કેટિંગ
સ્પર્ધાત્મક માહોલમાં ટેકસટાઇલ ટ્રેડર્સ વધુ સ્માર્ટ બન્યા છે. ટ્રેડર્સની નવી પેઢી વ્યાપારમાં અવનવી વ્યાપાર પદ્ધતિ અમલ મુકી રહી છે. ખાસ કરીને ટેકસટાઇલ ટ્રેડર્સ દ્વારા માર્કેટિંગ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. શહેરના જાણીતા જૂથો દ્વારા દેશભરનાં બજારોમાં ઓનડોર માર્કેટિંગના ભાગરૂપે ખાસ નિષ્ણાત સેલ્સ એકિઝકયુટિવ મારફત માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.
તેમના દ્વારા દેશભરના જે-તે ડીલર્સના કલાયન્ટસ તથા વેપારી પેઢીઓ સમક્ષ સાડી- ડ્રેસ મટિરિયલ્સના ફેબિ્રકસ તથા ડિઝાઈન વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. - સંજય સરાવગી, ડિરેકટર, લક્ષ્મીપતિ ગ્રુપ
વ્યાપારમાં અનેકગણો વધારો મેળવવામાં સફળતા
આ ઓનડોર માર્કેટિંગથી વ્યાપાર વિસ્તરણમાં નોંધપાત્ર સફળતા સાંપડી રહી છે. આ પદ્ધતિ અંતર્ગત ગુજરાત સહિત દેશભરનાં વિવિધ રાજયોના નાના-નાના ગામના વ્યાપારી સુધી પહોંચી શકાય છે. સેલ્સ એકિઝક્યુટિવ તથા સેલ્સ ટીમને જે-તે પ્રાંતમાં મોકલી ત્યાં કેટલોગ- સીડી મારફત ડિઝાઈન ડિસ્પ્લે કરી સારો વ્યાપાર મેળવી શકાય છે.
પ્રદર્શન પણ વ્યાપાર વિસ્તરણનું નવું માઘ્યમ
ટેકસટાઈલ્સ ટ્રેડર્સ દ્વારા વ્યાપાર વિસ્તરણ માટે પ્રદર્શનના માઘ્યમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે યોજાઈ રહેલા ફાયબર ટુ ફેશન પ્રદર્શનમાં શહેરના ૪૫ જેટલા ટેકસટાઈલ્સ જૂથો ભાગ લઈ રહ્યાં છે.
જેઓ દ્વારા પ્રદર્શનમાં સુરતમાં ઉત્પાદીત ટેકસટાઇલ ઉત્પાદનો રજૂ કરવામાં આવશે. મુખ્યત્વે સુરતની ઓળખ સમી સાડી- ડ્રેસ મટિરિયલ્સ, હોમ ફર્નિશિંગ તથા અન્ય ઉત્પાદનો રજૂ કરશે. દેશ- વિદેશના બાયર્સ સમક્ષ રજૂ થનારા ફેબ્રિકસથી ટેકસટાઈલ્સ ટ્રેડર્સને સારો વ્યાપાર મળશે. - ચંપાલાલ બોથરા, અગ્રણી ફોસ્ટા
Name:
Email ID:
Comments:
Code: