Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeInternational International

પાકિસ્તાનમાં નાણાં માટે લોકો આત્મઘાતી હુમલાખોર બને છે

suicideઆંતરિક સુરક્ષા પ્રધાન રહેમાન મલિકની સનસનીખેજ કેફિયત

પાકિસ્તાનના કોઇક ટોચના સત્તાધિકારીએ પહેલી જ વાર કબૂલ્યું છે કે પાકિસ્તાનમાં નાણાંની અવેજીમાં ભાડે મળતા આત્મઘાતી હુમલાખોરો જ પોતાના દેશવાસીઓ પર આત્મઘાતી હુમલા કરી રહ્યા છે.

ચકવાલ હુમલાના ઇજાગ્રસ્તોની મુલાકાત લીધા બાદ આંતરિક સુરક્ષાપ્રધાન રહેમાન મલિકે જણાવ્યું હતું કે નાણાંની અવેજીમાં ભાડે મળતા હુમલાખોર પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરી રહ્યા છે. આમ કહીને તેમણે અખબારી અહેવાલોનો પડઘો પાડયો હતો કે વાયવ્ય પાકિસ્તાનમાં એક ચોક્કસ સ્ળળે આત્મઘાતી હુમલા માટેના જેકેટ વેચાય છે અને આવા હુમલા કરવા માટે હુમલાખોર ભાડે મળે છે.

આત્મઘાતી હુમલાખોરની કિંમત પાંચથી પંદર લાખ બોલાય છે અને આત્મઘાતી હુમલાખોરના પરિવારને પાંચ લાખ રૂપિયા મળે છે. આવા લોકો પાકિસ્તાનના દુશ્મન છે એમ કહેતાં રહેમાન મલિકે લોકોને આવા તત્ત્વોથી ચેતતા રહેવી શિખામણ આપતાં જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનના દુશ્મન છે. દરમિયાન સિઆલકોટ ખાતે રેન્જર્સેને સંબોધતાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ત્રાસવાદનો ભયંકર રીતે ભોગ બન્યું છે.

ત્રાસવાદને જડમૂળથી ઉખાડી કાઢવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને મદદ કરવી જોઇએ. દેશમાં પ્રવર્તી રહેલા ત્રાસવાદના મોજાને ખાળવા સરકાર પોતાની તમામ તાકાત ખર્ચી રહી છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: