Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeNational National

ભારતની શરમ આઇપીએલ નહીં, ગોધરાકાંડ છે: ચિદમ્બરમ્

P chidambaram IPL Narendra Modiઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને ભારતની બહાર ખસેડવાના બીસીસીઆઇના નિર્ણયે હવે રાજકીય રંગ પકડવા માંડયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય રાષ્ટ્ર માટે શરમજનક છે તથા કેન્દ્રને જવાબદાર ઠેરવવાના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં રમખાણો પણ રાષ્ટ્ર માટે શરમજનક હતા.

આઇપીએલના મામલે કેન્દ્ર સરકારની થઇ રહેલી ટીકા બાદ ચિદમ્બરમે સોમવારે વળતો ફટકો માર્યોહતો અને બીસીસીઆઇ તથા ભાજપની ઝાટકણી કાઢી હતી. તેમણે આઇપીએલને સ્પોર્ટ્સ અને બિઝનેસનો સમન્વય ગણાવીને કહ્યું હતું કે તેમાં રાજકારણને ભેળવવાની જરૂર નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતમાં સુરક્ષાની સમસ્યાને ઘ્યાનમાં રાખીને રવિવારે આઇપીએલને વિદેશમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો.

જેના અનુસંધાનમાં ગૃહપ્રધાન ચિદમ્બરમે પત્રકાર પરિષદ બોલાવી હતી અને જણાવ્યું હતું કે બોર્ડના આ નિર્ણય અંગે તેમને કાંઇ કહેવાનું રહેતું નથી પરંતુ આ નિર્ણય માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવાઇ રહી છે. આ પ્રકારનાં નિવેદનોનો ઉત્તર આપવો જરૂરી બની ગયો છે.

આઇપીએલને ભારત બહાર ખસેડવી પડી છે તે રાષ્ટ્ર માટે શરમજનક તેમ કહેનારા ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે ગૃહપ્રધાને જણાવ્યું હતું કે ભારતના મોટા ભાગનાં લોકો માને છે કે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં રમખાણો પણ રાષ્ટ્ર માટે શરમજનક હતાં. શરમજનક બાબત તો એ છે કે ગુજરાત પોલીસે હાથ ધરેલી તપાસને સુપ્રીમ કોર્ટે ફગાવીને ૧૪ કેસમાં ફેરતપાસ માટે સ્પેશિયન ઇન્વેસ્ટિગેશન ટીમ(સીટ)ની રચના કરવી પડી છે.

ભાજપના અન્ય નેતા અરુણ જેટલીએ એવો આક્ષેપ કર્યો હતો કે આ નિર્ણયથી વિશ્વભરમાં ખોટો સંદેશ પહોંચશે અને કોંગ્રેસશાસતિ રાજયોએ આઇપીએલ ભારતમાં યોજાય તે માટે પૂરતો સહકાર આપ્યો નથી. તેમના જવાબમાં ચિદમ્બરમ્ે જણાવ્યું હતું કે હું જાણું છું કે જેેટલી આક્રમક નિવેદન કરવા માટે જાણીતા છે પણ તેઓ દિલ્હી ક્રિકેટ એસોસયિેશનના પ્રમુખ છે અને તેથી જ આ વખતે તેઓ વધુ આગળ વધી ગયા છે. કદાચ તેઓ ભૂલી ગયા છે કે એનડીએના કેટલાક નેતાઓએ ચૂંટણી સુધી આઇપીએલને મુલતવી રાખવાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો.

બીસીસીઆઇના પ્રમુખ શશાંક મનોહરે પણ બોર્ડના આ નિર્ણય માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. આ અંગે ગૃહપ્રધાને જણાવ્યું કે બોર્ડના સેક્રેટરી એન. શ્રીનિવાસને ચોથી માર્ચે સરકારને એક પત્ર પાઠવ્યો હતો અને તેમાં કહ્યું હતું કે મેચો માટે સુરક્ષા પૂરી પાડવા માટે અમે સરકારને અર્ધ લશ્કરી દળો ફાળવવાનું કહેવાના નથી. શશાંક મનોહર માત્ર રાજય સરકારની જ વાત કરતા હોય તો મારે તેમને યાદ અપાવવું પડશે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી અંતે રાજય સરકાર પર આવે છે અને આ મામલે રાજય સરકારે લીધેલા નિર્ણયનો તમામે આદર કરવો જોઇએ.

મુખ્યપ્રધાનોએ સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી લેવાની હોય છે. કેન્દ્ર સરકારે તેમના નિર્ણયનો આદર કરવો રહ્યો. દરેક રાજયે સુરક્ષાની ચિંતા વ્યકત કરી હતી અને ૧૬મી મે પછી જ સુરક્ષા પૂરી પાડવા અંગે સ્પષ્ટતા કરી હતી તેમ કેન્દ્રીય ગૃહપ્રધાને ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે ક્રિકેટ માટે ભારત સલામત છે પણ સવાલ માત્ર મેચની તારીખો અને કાર્યક્રમનો હતો. મેં અગાઉ પણ કહેલું છે કે ક્રિકેટ કે અન્ય કોઇ રમત ભારતમાં સંપૂર્ણપણે સલામત છે અને તમામ ખેલાડીઓને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આઇપીએલની ટુર્નામેન્ટ કયા સમયગાળામાં યોજાય છે તે જોવાનું રહે છે.

મંત્રાલયે તમામ યજમાન રાજયોને નવા કાર્યક્રમ અને સુરક્ષા અંગે અભિપ્રાય મોકલવાનું કહ્યું હતું પરંતુ માત્ર ત્રણ રાજય અને એક કેન્દ્ર શાસતિ પ્રદેશે જ ઉત્તર પાઠવ્યા હતા.

સંબંધિત સમાચાર
* ટીમ ઈન્ડિયાની ઈચ્છા, ઈંગ્લેન્ડમાં રમાય આઈપીએલ
* આઈપીએલ ભારતમાંથી આઉટ : ગુજરાતની તૈયારી
* આઈપીએલ તો ભારતમાં જ રમાવી જોઈએ
* આઈપીએલ ‘આઉટ’ : ક્રિકેટપ્રેમીઓ ‘બોલ્ડ’
* આઈપીએલ અંગે હાથ ઉંચા કરતી કોંગ્રેસ
* ભારત બહાર રમાશે આઈપીએલ
* ચૂંટણી વિ. આઈપીએલ આ લડાઈની શી જરૂર?
* શ્રેણી યોજવા માટે આઈપીએલ આયોજકોના ધમપછાડા
* આઈપીએલ અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ
* ચૂંટણી, આઈપીએલ મેચોમાં ત્રાસવાદી હુમલાની શંકા




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Reader's Feedback
Dhaval Naik
Monday, 23rd Mar 2009, 17:52
Chidambaram is trying to hide his failure to provide security to IPL by attacking on Modi's comment. Mr, Gujarat CM is 100% right that IPL shouldn't be played out of India. By doing so, no other cricket playing country will send their team to India to play in future for security reason.
Bhaskar Kher
Monday, 23rd Mar 2009, 17:56
My reply to Chidambaram is Communal riots in Gujarat are definitely shameful but more shameful it the fact that those were initiated and inflammed during Congress Ruling in Gujarat. Also there are more shameful matter is Criminals for Parliament attack are still alive and tax-payers are feeding them in the Jail.
Tushar Patel
Tuesday, 24th Mar 2009, 3:27
Mr. Chidambaram, why are you forgetting that Why Muslims have started all by burning train in first place? Do you have any remarks about it? Who is now really responsible?
Manjaree
Tuesday, 24th Mar 2009, 8:17
It’s shame for Indian ruling Congress party for not providing adequate protection to cricketers in any cities in India! The Name is Indian Cricket League and it’s going to be played outside India! What a pity and irony! I was a resident of Gujarat till 1987 and I've witnessed many riots in Ahmedabad. All those years Congress party was governing in Gujarat, what congress party has to say about all those past years? Hon. Mr. Chidambaram, your loyalty to your party and Nehru-Gandhi family is OK in its own place at personal level but not at the cost of a country’s pride, self-respect and impression. You are not only representing Congress and Nehru-Gandhi family here, you are representing a nation as a Home minister where people from our homeland have lost faith in you by passing such remarks. Your remark does not hold any ground!
shirish dave
Tuesday, 24th Mar 2009, 8:46
P. Chidambaram was a person who has joined Congress during the period of emergency. Now a person who has backed emergency has no right to remain in politics. He should respect the verdict of people of Gujarat. It is samefull when a person in power trying re-enforce the division of two communities.
sukhadev vaghela
Tuesday, 24th Mar 2009, 8:48
i actually do not know that whose fault is it? but this is reality that we are proven weak and unable to protect our country's people, i am putting this comment because i am here in Australia and i do not bother about election and political parties but yes this used to be the land of fighters,heroes,protectors,in the past people used to be protected by Indians and now i feel weak when i read articles about Israel i want my country to be such but politics is corroding the country
paresh goswami
Tuesday, 24th Mar 2009, 13:54
CONGRESS NE INDIA MA THI OUT KARO????????????????????????????????????????????????????
Kehul Shah
Tuesday, 24th Mar 2009, 13:58
Chidambaram is doing dirty politics, whenever Mr. Modi say something, they will give only one reply, GODHRA. All want to forget that incident. Just one advice to Mr. Chidambaram, insted of showing someone's failure, show them your success.
SVindia
Wednesday, 25th Mar 2009, 8:59
isn't it more shameful Chiddu that you are unwilling to investigate local links in 26/11 for sake of votes???