Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeGujaratUttar Gujarat Uttar Gujarat

ગૌરવપથની ગરિમા ૧૦૦ રૂપિયામાં વેચાઇ !

તાજેતરમાં જ વિસનગર નગરપાલિકા દ્વારા શહેરના ગૌરવપથ ઉપરથી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મોટા ઉપાડે લારી-પાથરણાવાળાઓને હટાવવામાં આવ્યા હતા. પરંતુ ઉત્તરાયણમાં નગરપાલિકા દ્વારા રોજના ૧૦૦ રૂપિયા લઇ ગૌરવપથ ઉપર મનફાવે તે જગ્યાએ ઉભા રહેવાની પરવાનગી આપી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.

gauravpathશહેરના ગૌરવપથ ઉપર લારી-પાથરણાવાળા ઉભા રાખવા ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં વર્ષોથી શાકભાજી અને ખાણીપીણીની લારીઓવાળાઓ ગૌરવપથ ઉપર અડીંગો જમાવ્યો છે.

તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા એકાએક શહેરના ગૌરવપથ ઉપર ઉભા રહેતાં લારી-પાથરણાવાળાઓને કારણે ટ્રાફિક થતો હોઇ લારી-પાથરણાવાળાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ લારી-પાથરણાવાળાઓ વૈકિલ્પક વ્યવસ્થાની માગણી સાથે હડતાલ ઉપર ઉતરી જતાં ધારાસભ્યએ દરમિયાનગીરી કરી હતી અને ઉત્તરાયણ સુધી ફકત શાકભાજીની લારીઓ જ ઉભી રાખવા મંજુરી આપી હતી.

પરંતુ નગરપાલિકા દ્વારા ઉત્તરાયણના પર્વ ઉપર લોકોને પતંગ-દોરીનો વેપાર કરવા ગૌરવપથ ઉપર મનફાવે તે જગ્યા આપી છે અને આ માટે નગરપાલિકા દ્વારા લારી માટે રોજ ૧૦૦ અને દુકાન માટે ૨૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. આ પૈસા પાલિકા દ્વારા નર્મિળ ડે ખાતે ફાળો જમા કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા ફુટપાથ ઉપરાંત શહેરના ગૌરવપથ ઉપરના પાર્કીંગ ઝોનમાં પણ પતંગ દોરીના વેપાર માટે પરવાનગી આપવામાં આવતાં લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.

અમે માત્ર દંડ વસૂલી શકીએ : ચીફ ઓફિસર

આ અંગે વિસનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર હરેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ગૌરવપથ ઉપર ઉભા રહેવાની કોઇને મંજુરી આપવામાં આવી નથી. ૧૦૦ રૂપિયા સફાઇના વસુલ લેવામાં આવે છે. વધુમાં ચીફ ઓફિસરે આશ્ચર્યજનક નિવેદન આપતાં કહ્યું હતું કે ગૌરવપથ ઉપરથી કોઇને દૂર કરવાની અમને સત્તા જ નથી અમે માત્ર દંડ વસુલ કરી શકીએ છીએ. ટ્રાફિકની અડચણ દૂર કરવાનું કામ અમારૂ નથી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: