International International ફ્રાન્સ, લંડન, ભૂમઘ્ય સાગર, મોરોક્કો ઉપર થઇને પોતાની મંઝિલે પહોંચશે
તમે વિમાન તો ઘણા ઉડતા જોયા હશે, પરંતુ ટૂંક સમયમાં જ તમે આકાશમાં એક કારને ઉડતી જોઇ શકશો. બુધવારે બ્રિટનના એક નિવૃત્ત એસએએસ અધિકારી નીલ લાઉટન આ કારમાં બેસીને લંડનથી આફ્રિકન દેશ માલીના દંતકથા બની ચૂકેલા શહેર ટિબકટુ માટે ઉયન કરશે. પેરાશુટ અને ફેન મોટર સાથેની આ સ્કાયકારની ડિઝાઇન બનાવનાર ગિલો કારડોઝો(૨૯) આ યાત્રામાં તેમના સાથીદાર હશે. આ રોમાંચકારી યાત્રામાં બંને ૪૨ દિવસમાં ધરતી અને હવાઇ માર્ગ દ્વારા ૬,૪૦૦ કિમીનું અંતર કાપશે. આ દરમિયાન તેઓ યુરોપ અને સહારાના રણ ઉપરથી પણ પસાર થશે.
નીલની યોજના : નીલે ૧૪ કિમી લાંબી જિબ્રાલ્ટર જલસંધિ અને એન્ડોરાની નજીક પાઈરેનીસના પર્વતો પર સ્કાય કારની મદદથી ઉડીને પાર કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત તેઓ મોરોક્કોની એટલાસ પર્વત શ્રંખલાના ઉપર પણ હવામાં ઉડશે. સેનેગલના રસ્તે પોતાના ઘરે પરત ફરતાં પહેલાં નીલ ફ્રાન્સ, સ્પેન અને મોરોક્કો થઇને ટિબકટુ પહોંચશે.
જોખમ ભરેલી મુસાફરી : સાત મહાદ્વીપોના સૌથી ઊચા પર્વતોની ઊચાઇ માપી ચૂકેલા નીલે સ્વીકાર કર્યોકે આ અભિયાન તેમના માટે થોડું જોખમ ભરેલું છે. આમ છતાં તેમણે આ મુસાફરી આરામથી પૂરી થઇ જવાની આશા વ્યકત કરી છે.
માત્ર એક બટન : સાબિત થયેલી પદ્ધતિ પર આધારિત દુનિયાની આ પહેલી એવી કાર છે, જે જૈવિક ઈધણથી ચાલે છે. આકાશમાં ઉડનારી આ કાર ૦થી ૩૦ ડિગ્રી જેટલા નીચા તાપમાનથી માંડીને ૫૦ ડિગ્રીનું મહત્તમ તાપમાન સહન કરવામાં સક્ષમ છે અને તેને ચલાવવા માટે માત્ર એક બટન દબાવવાની જરૂર રહે છે. આ અદ્ભુત કાર બનાવવા પાછળ કુલ ૩,૮૦,૦૦૦ ડોલરનો ખર્ચ થયો છે. આ અભિયાન દરમિયાન જો આ કાર સફળ રહી તો વિલ્ટશાયરની એક કંપની પેરાજેટ તેનું વ્યાવસાયિક નિર્માણ કરશે.
મુશ્કેલીના સમય માટે પેરાશૂટ : પેરાશૂટની મદદથી જમીન પર ઉતારવા માટે ચાલકને પોતાના પગની મદદથી નાયલોનના એક વિશેષ પંખાને ખોલવાનો હોય છે. આ ઉપરાંત તેમાં એક પેરાશૂટ પણ છે. કારમાં ફીટ કરાયેલા શકિતશાળી પંખા તેને આગળ વધવા અને ૨૦૦ મીટરથી લાંબી કોઇ પણ હવાઇપટ્ટી પર ૭૦ કિમી/પ્રતિ કલાકની ઝડપે ઉયન કરવામાં મદદ કરે છે.
કારની વિશેષતાઓ
-વજન : ૪૮૦ કિલો
-એન્જિન : ચાર સલિન્ડિર, ૧૦૦૦ સીસી
-ઉડ્ડયન ક્ષમતા : ૩૦૦ કિમી
-અધિકતમ ઊચાઈ : ૨૦૦૦થી ૩૦૦૦ ફૂટ
-અધિકતમ ઝડપ હવામાં : ૭૦ માઇલ/ પ્રતિ કલાક (૧૧૧૦ કિમી / પ્રતિ કલાક)
-અધિકતમ ઝડપ, જમીન પર : ૧૧૦ માઇલ/પ્રતિ કલાક (૧૮૦ કિમી / પ્રતિ કલાક)
-કિંમત : ૫૦ હજાર પાઉન્ડ (૩૫.૮૦ લાખ રૂપિયા).
Name:
Email ID:
Comments:
Code: