Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeMumbai Mumbai

‘મુંબઈ મેકઓવર’ રખડી પડશે

વૈશ્વિક મંદીની અસર ‘મુંબઈ મેકઓવર’ પ્રોજેકટસ પર પણ થઈ રહી છે. નવા ૪.૩ કિ.મી.ના વરલી-હાજીઅલી સાગરસેતુ યોજના (સી લિન્ક પ્રોજેકટ) માટે ૧૭ પાટીઓએ ઉત્સુકતા દાખવી હતી. પરંતુ શુક્રવારે ટેન્ડર ભરવાના છેલ્લા દિવસે ફકત બે કંપનીઓના ટેન્ડર પ્રાપ્ત થયા હતા.

વર્સોવાથી નરિમાન પોઈન્ટ વચ્ચે સાગરસેતુની ચાર તબક્કાની યોજના-વેસ્ર્ટન આઈલેન્ડ ફ્રીવેના ભાગરૂપે વરલી-હાજીઅલી સાગરસેતુ બંધાઈ રહ્યો છે. પ્રથમ તબક્કાના વર્સોવા-બાંદરા વચ્ચેના બ્રિજની યોજના હજુ ઘડાઈ રહી છે. બીજા તબક્કાનો બાંદરા-વરલી સાગરસેતુ પૂર્ણતાને આરે પહોંરયો છે.

ત્રીજા તબક્કાના વરલી-હાજીઅલી સાગરસેતુ માટે નિવિદા (ટેન્ડર્સ) ગયા ઓગસ્ટ મહિનામાં મંગાવાયા હતા. એ વખતે કોરા નિવિદા દસ્તાવેજો સત્તર કંપનીઓએ ખરીદતાં યોજનાનો અમલ કરનારી સંસ્થા મહારાષ્ટ્ર માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)માં ઘણો ઉત્સાહ જોવા મળતો હતો.

આ સત્તર કંપનીઓમાં ઈન્ડિયા બુલ્સ, તાતા રિયાલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર, લાર્સન એન્ડ ટુબ્રો, આઈરઆરબી ઈન્ફ્રા તેમ જ આઈએલ એન્ડ એફ એસનો સમાવેશ હતો. પરંતુ નિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના સહયોગમાં હ્યુન્દાઈ તેમ જ હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની એમ બે જગ્યાએથી નિવિદા પ્રાપ્ત થયા હતા.

હાલ હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની બાંદરા-વરલી સાગરસેતુ બાંધે છે. આ કંપનીએ બ્રિટિશ બ્રિજ બિલ્ડિંગ કંપની જહોન લેઈન્ગ તથા કોરીયન જાયન્ટ સેમ્સંગ સાથે હાથ મિલાવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રકચર -ક્ષેત્રની મોટી કંપની ગેમન ઈન્ડિયાના અધિકારી શુક્રવારે નિવિદા દસ્તાવેજો લઈને આવ્યા હતા. પણ છેલ્લી ઘડીએ તેમણે પીછેહઠ કરી હોવાનું રાજય માર્ગવિકાસ નિગમના સૂત્રોએ જણાવ્યું હતું.

‘‘બાર અબજ રૂપિયાને ખર્ચે વરલી-હાજીઅલી સાગરસેતુ બાંધવા ઉપરાંત તેના હક્કો ખરીદીને ચાલીસ વર્ષ સુધી સંચાલન અને જાળવણીની જવાબદારી પણ સફળ નિવિદાકારે નિભાવવી પડશે. તેથી બાંદરા-વરલી સાગરસેતુની કિંમત ૧૬.૫૦ અબજ રૂપિયા સહિત સમગ્ર યોજનાની કુલ કિંમત ૪૧ અબજ રૂપિયા થશે,’’ એમ માર્ગ વિકાસ નિગમના વડા શરદ સબનિસે જણાવ્યું હતું.

સેતુ પર આઠ લેન્સ રોડ બનશે

બાંદરા-વરલી સાગરસેતુમાં જેમ કેબલ આધારિત બ્રિજ છે, એવો બ્રિજ વરલી-હાજીઅલી લિન્કમાં નથી. તેમાં હાજીઅલી પાસેના એક બિંહુથી વરલી સુધી ૩.૩ કિ.મી. લાંબો સાગરસેતુ બંધાશે. ૩૧ મીટરની પહોળાઈમાં સેતુ માર્ગ પર આઠ લેન્સ બંધાશે. તેનું બાંધકામ વર્ષ ૨૦૧૦માં શરૂ થઈને વર્ષ ૨૦૧૩ સુધી ચાલવાનો સંભવ છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: