Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 
HomeSpecialsScience & Technology Science & Technology

હવે, શુક્ર પર પણ જીવનની સંભાવના

વૈજ્ઞાનિકોના મતે શુક્રના વાદળોમાં જીવાણુંઓનું અસ્તિત્વ રહેલું છે

VENUSઅમેરિકા વૈજ્ઞાનિકોના એક દળે શુક્ર ગ્રહના વાદળોમાં જીવનની સંભાવના દર્શાવાઇ છે. આ બાબત વિજ્ઞાન પત્રિકા ‘એસ્ટ્રોબાયોલોજી’ના નવા અંકમાં છપાઇ છે.

અલબત્ત, શુક્રની સપાટી પર જીવનના કોઇ સંકેતની વાત માની શકાય તેમ નથી. કેમ કે, તે આગની ભઠ્ઠીની જેમ ગરમ છે. પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે શુક્રના વાદળોમાં જીવાણુંઓનું અસ્તિત્વ રહેલું છે. આ ઘોર વાદળોના બહારના ભાગમાં ગંધક યોંગિકાની એક ચાદરના કારણે સૂર્યના તેજ કિરણો સામે રક્ષણ મળે છે. વૈજ્ઞાનિકોએ અમેરિકી અંતરીક્ષ સંસ્થા નાસાને સોંપેલા એક અહેવાલમાં જણાવ્યું છેકે શુક્રના વાદળોના નમૂનાઓને ધરતી પર લાવવાના પ્રયાસ થવો જોઇએ.

કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર એન્ડ્રુ ઇગરસોલે જણાવ્યું હતું કે શુક્ર વાસ્તવમાં નરક જેવી જગ્યા છે. જો તમે તેના સલ્ફયૂરિક એસડિ વાળા વાદળોને પાર કરી તેની સપાટી પર પહોંચો તો આગનો એક પ્રચંડ ગોળા જેવો હિસ્સો જોવા મળશે. અહીંયાં એટલી બધી ગરમી છે કે સિસું પણ પીગળી જાય, અહીંયાં પાણી નથી.

વાસ્તવમાં શુક્રને અનેક રીતે ધરતીનો જોડિયો માનવામાં આવે છે. પ્રોફેસરે જણાવ્યું હતું કે નવીન પ્રયાસોમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે શુક્ર અને ધરતી શરૂઆતના તબક્કામાં સંભવત: એક ંજેવા જ હશે. પાછળથી તેમાં પરિવર્તનો થવા લાગ્યા હતા.બે વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ ધરતીના વાદળોમાં જીવાણુઓનાં અસ્તિત્વને શોધી કાઢયું હતું અને આ બાબત શુક્રના મામલે પણ જોવા મળે તેવી સંભાવના છે.

ચંદ્રયાને ચંદ્ર પરલોખંડયુકત ખનિજ શોધી કાઢયું

નવી દિલ્હી : ભારતના પ્રથમ મૂન મિશન પર ગયેલા ચંદ્રયાન-૧ ચંદ્રની સપાટી પર વિપુલ પ્રમાણમાં ધાતુયુકત ખનિજ દ્રવ્યો શોધી કાઢયું હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. એડમિનિસ્ટ્રેશન (નાસા)ના મૂન મિનરોલોજી મેપરે (એમ૩) ચંદ્રના પિશ્ચમ ભાગ પરના ઓરિએન્ટલ બેસનિની તસવીરો મોકલી છે.

અમેરિકા સ્થિત બ્રાઉન યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને એમ૩ પ્રયોગ માટેમના મુખ્ય તપાસકર્તા કાર્લ પીર્ટસે જણાવ્યું હતું કે આ તસવીરોનું વિશ્લેષણ નિર્દેશ કરે છે કે ચંદ્રની સપાટી પર પાયરોકિસન જેવા ઘાતુયુકત ખનિજ દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં છે. આ તસવીરમાં થર્મલ ઇમિશન પણ છે. જે આ પ્રદેશની સપાટી પરની નવીન વિગતો પૂરી પાડી રહી છે.

૨૨મી ઓકટોબરે લોન્ચ કરાયેલા ચંદ્રયાન-૧ના એમ૩ દ્વારા આ તસવીર પાડવામાં આવી છે. આ સ્પેસક્રાફટ ચંદ્ર ખાતેના ૧૦૦ કિલોમીટરની ભ્રમણ કક્ષામાં છે. એમ૩થી એ માનવરહિત ચંદ્રયાન પરના ૧૦ સાધનોમાંનું એક છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: