Gujarat
Saurashtra Saurashtra આતંકવાદીઓના નિશાના પર રહેલા દ્વારકામાં પોલીસે સઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરી એક દાઢી અને પઠાણીવેશ ધારી નેપાળી શખ્સની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સ ભિખારી હોવાનું જાહેર થયું છે.
મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલા બાદ દ્વારકાના પીએસઆઇ વિક્રમસિંહ ગોહિલે શહેર તેમજ જગતમંદિરમાં ચુસ્ત બંદોબસ્તની ગોઠવણી કરી છે. ત્યારે આજે દિવસભરના પેટ્રોલીંગ દરમ્યાન દ્વારકા પોલીસે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા દાઢી અને પઠાણી ડ્રેસ પહેરલા યુવકની અટકાયત કરી હતી.
પીએસઆઇ ગોહીલના જણાવ્યા મુજબ કિષ્નાનંદ ભીમાનંદ ભડેલ નામનો યુવાન નેપાળના રૂપેનદેહી જિલ્લાનો રહેવાસી છે. પોતાના વતનમાંથી છેલ્લા છ મહિનાથી નાસીને લુધીયાણા રહેતો હતો. ત્યારબાદ હરીદ્વારના આશ્રમમાં સાધુ-સંતો સાથે રહેતો હતો ત્યાંથી આજે લોકલ ટ્રેનમાં દ્વારકા આવેલો અને તે દ્વારકાના બારોબાર વિસ્તારમાં ફરતો હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેમની પાસેથી પરચુરણના સકિકાઓ તેમજ બે અને પાંચ વાળી ચલણી નોટો મળીને આશરે રૂા. ૨૫૦૦ જેટલી રોકડ રકમ મળી છે. આ યુવક ભિખારી હોવાનું બહાર આવ્યું છે.
Name:
Email ID:
Comments:
Code: