Gujarat
Uttar Gujarat Uttar Gujarat લોક જાગૃતિના અભાવે પાલનપુરમાં પણ મુંબઇ કે મોડાસા જેવી આતંકી ઘટનાઓ સંભવી શકે છે. એમ પાલનપુર ખાતે યોજાયેલા લોક દરબારમાં જિલ્લા પોલીસવડા ડી.એન.પટેલે જણાવ્યુ હતું.
માંડ પાંખી હાજરી વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ મુખ્યત્વે ટ્રાફીકની સમસ્યા અંગે રજૂઆતો કરી હતી. જે અંગે ડીસએસ.પી.એ. તાત્કાલિક અસરથી અમલ કરવા સીટી પી.આઈ. અને સીટી ટ્રાફિક પી.એસ.આઈ.ને સૂચનાઓ આપી હતી.
પોલીસ વડાએ આતંકી ઘટનાઓના પગલે શહેરીજનોને જાગૃત થવા તેમજ પોતાના આજુબાજુમાં બનતી કોઈપણ પ્રકારની શકમંદ પ્રવૃત્તિઓ, શકમંદ વ્યકિતઓ વિશે તુરંત જણાવવા તેમજ ભાડૂઆત, નોકર વિશેની તમામ માહિતી પોલીસને આપી સહકાર આપવા અનુરોધ કર્યોહતો. સ્થાનિક લોકોની મદદ વગર વિઘ્વંશક પ્રવૃત્તિ શકય નથી. આથી નાગરિકોની લાપરવાહીથી પણ આંતકવાદી ઘટના બને છે.
Name:
Email ID:
Comments:
Code: