Gujarat
Baroda City Baroda City ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિ.ના વડોદરા શાખા દ્વારા મેયર અને સેવાસદનના ઉચ્ચાધિકારીઓ સમક્ષ કરાયેલું પ્રેઝન્ટેશન
શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયર્સની વડોદરા શાખા દ્વારા મેયર તેમજ સેવાસદનના અધિકારીઓને ટેકનિકલ રિપોર્ટ સુપરત કરીને તેનું પ્રેઝન્ટેશન કરાયું હતું.
આજે‘‘ઇમ્પ્રુવમેન્ટ ઇન લેન્ડ યુઝ પેર્ટન એન્ડ રોડ નેટવર્ક એરાઉન્ડ વડોદરા રેલવે સ્ટેશન એરિયા’ વિષય ઉપર ધી ઇન્સ્ટિટયૂશન ઓફ એન્જિનિયર્સ(આઇ)ની વડોદરા શાખાના અઘ્યક્ષ ડો.આઇ આઇ પંડયા અને ભૂપેન્દ્ર વશીએ પ્રેઝન્ટેશન કર્યું હતું. જેમાં ડો.આઇ આઇ પંડયાએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન વિસ્તારના અભ્યાસ માટે તેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે.
જેમાં, પૂર્વ બાજુ એટલે કે રેલવે ટ્રેકની પૂર્વ બાજુ અને પિશ્ચમ બાજુ એટલે રેલવે ટ્રેકની પિશ્ચમ બાજુ. પૂર્વ બાજુ શાળા, હોટલો, કોલેજ અને ઓફિસો આવેલી છે. પિશ્ચમ બાજુ આર સી દત્ત રોડ કે જે હાલ ધંધાકીય રીતે ઘણો વિકસેલો છે અને તેના કારણે ટ્રાફિકનું ભારણ વધુ છે. તેમણે જણાવ્યું હતું કે સ્ટેશન વિસ્તારની ભૂમિતિ બદલવા ટ્રાફિક અને ચાલીને જનારા માટે આયોજન જરૂરી છે અને પાર્કિગ માટે પણ આયોજન જરૂરી છે.
હીરકબાગવાળા ભાગને ડિસ્ર્ટબ કર્યા વગર કપાત કરવામાં આવે તો તે ભાગ પહોળો કરીને તેનો ઉપયોગ રસ્તામાં થઇ શકે છે ખાસ કરીને, સેવાસદનની વોર્ડ કચેરીના સેનેટરી વિભાગની કચેરીના મકાનને અન્ય ખસેડીને તે જગાનો ઉપયોગ થઇ શકે છે. તેવી જ રીતે, એસટી બસોના પાર્કિંગવાળા ભાગમાં પણ જમીનનો કેટલોક ભાગ વણવપરાયેલો હોવાથી ત્યાંથી છ મીટરના રસ્તાને ડાયવર્ઝન લૂક આપી શકાય છે.
આ સિવાય, રાહદારીઓ માટે રેલવે સ્ટેશનથી બસ સ્ટેશન સુધી ૫૦૦ મીટરની લંબાઇ ધરાવતો ફૂટબ્રિજ અને કડક બજાર તરફના ભાગે ૨૨૦ મીટરનો ફૂટબ્રિજ બનાવાનું સૂચન તેમણે કર્યું હતું.
Name:
Email ID:
Comments:
Code: