Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

શાહીદની શાહી પસંદ વેજિટેબલ પાસ્તા

શાહિદ કપૂર અચાનક શાકાહારી શામાટે બન્યો અને કઇ લહેજતદાર વાનગી પર એ ફિદા છે?

મારો સવારનો સમય તો ઘમાં જ ડૂબેલો રહે છે. ત્યારે ઓછામાં ઓછો અડધો કલાક તો મને મારા માટે જોઇએ જ છે. મારો નોકર મને ઉઠાડે છે પણ હું એને કહેતો રહું છું, ‘હજુ બીજી પાંચ મિનિટ, બસ.’ હું જાણું છું કે મને ઊઠતાં ઊઠતાં દસ મિનિટથી વધુ વાર લાગી જાય છે, એટલે એ વાતને ઘ્યાનમાં રાખીને જ હું ઘડિયાળમાં એલાર્મ સેટ કરું છું. ઊઠયા પછી થોડી વાર આળસ ખાઇ આમતેમ આંટા મારું છું. પછી એક કપ ચા પીઉં છું અને છાપાં વાંચું છું. છાપાનાં પહેલા પાનાના સમાચાર અત્યંત નિરાશાજનક હોય છે એટલે પહેલું પાનું વાંચવાનું મને નથી ગમતું. હું સીધું ત્રીજું પાનું જ ખોલું છું. ત્યાર પછી નહાવા જાઉં છું. તૈયાર થવામાં કમ સે કમ અડધો કલાક લગાડું છું.

હું શાકાહારી છું. મારી ભાવતી શાકાહારી વાનગી એટલે રાજમા-ભાત, શાહી પનીર, વેજિટેબલ પુલાવ અને પાસ્તા. એક ગાયને કતલખાનામાં લઇ જવાની વાત વાંરયા પછી હું શાકાહારી બની ગયો.

મારો નાસ્તો: ફળ અને એક ગ્લાસ પ્રોટીન શેક. સવારે હું વધારે નથી ખાઇ શકતો. હું હળવો ખોરાક પસંદ કરું છું એટલે થોડી થોડી વારે મને કંઇ હલકું-ફૂલકું ખાવાની જરૂર પડે છે.

લંચ: શૂટિંગ દરમિયાન મને ઘરનું ખાવાનું ખાવાનો મૂડ ન હોય તો ઘણીવાર હું બહારથી ખાવાનું ઓર્ડર કરી દઉં છું, ઘરે હોઉં ત્યારે તો ઘરનું ખાવાનું જ ખાઉં છું. ઘરે હું દાળ, ભાત, શાક, રોટલી સાથે કોક કે પેપ્સી અચૂક લઉં છું.

ઘરનું ભોજન: ઇન્ડિયન, ચાઇનીઝ, ઇડલી-ડોસા જેવું સાઉથ ઇન્ડિયન અથવા તો આ બધાનું મિશ્રણ. સલાડ મને બહુ ભાવતું નથી. સલાડ તો એવા લોકો માટે છે, જે પોતાનું વજન ઓછું કરવા માગે છે.

મારી મમ્મી મારે માટે ફકત એક કપ ચા બનાવે છે. બીજાં કામોમાં અત્યંત વ્યસ્ત રહેવાને કારણે એને કિચનમાં જવાનો સમય જ ઓછો મળે છે, છતાં એ વ્હાઇટ સોસમાં બેકડ વેજિટેબલ બનાવવામાં પારંગત છે. મને એ બહુ ભાવે છે. હું પણ ઘણી રીતના પરાઠા બનાવી શકું છું. પ્યાજ પરાઠા, આલુ પરાઠા, ફૂદીના પરાઠા ઉપરાંત મેગી નુડલ્સ અને સરસ મજાની ચા પણ બનાવી શકું છું.

સાંજે ૫.૩૦ થી ૬ ની વરચે કસરત કરવા જતાં પહેલાં હું બે કેળાં, એક બાફેલું બટેટું અથવા ગ્રિલ્ડ સેન્ડવિચ જેવા કાર્બોહાઇડ્રેટ્સ (થોડા પ્રમાણમાં) લઉં છું. દોઢ કલાક કસરત કરું છું. ૨૨ વર્ષની ઉંમર પ્રમાણે વધારે મસલ્સ બનાવી લઉં તો એ મારા ચહેરા સાથે મેળ ન ખાય.

સામાન્ય રીતે સાંજ હું મારા મિત્રો સાથે અથવા ઘરે ફિલ્મ જોતાં વિતાવું છું. ડિનર નિયમિત લઉં છું. હું કામ નથી કરતો હોતો ત્યારે રાતનું જમવાનું મિત્રો સાથે લઉં છું. ડિનરમાં મોટેભાગે સિઝલર કે ચાઇનીઝ લઉં છું.

હું વધુ નથી ખાઇ શકતો પણ મને ખાવાનો શોખ છે. મહીનામાં એકવાર ચોકલેટ અને આઇસ્ક્રીમ ખાઉં છું. મને મીઠાઇ ખાવાનો શોખ નથી એટલે મીઠાઇ તો હું જાણીજોઇને ખાતો નથી અને એ ન ખાવાથી મને કોઇ પણ પ્રકારની તકલીફ નથી થતી. જોકે આઇસક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ મને ભાવે છે.

મારી પસંદગીનું પીણું: ડાયેટ કોક કે પેપ્સી.

મારી પસંદગીનું ખાણું છે: ઇટાલિયન અને ચાઇનીસ. જે વાનગીમાં ઇંડાં હોય છે એ વાનગી હું નથી ખાતો. મને કેરી ખૂબ ભાવે છે. જયારે પણ હું બહાર ખાઉં છું, ત્યારે હું સારાં ભોજનને જ પ્રાથમિકતા આપું છું. મને રસ્તાનું ખાવાનું પણ ભાવે છે, પણ શરત એટલી જ છે કે તે સારું હોવું જોઇએ. ‘બડે મિયાં’ના પનીર રોલ મને ખૂબ ભાવે છે. અત્યંત મસાલેદાર વાનગીઓ મને બહુ નથી ભાવતી. કટિંગ ચાની સાથે વડા-પાંઉ ખાવાની મને ખૂબ મજા પડે છે. સેટ પર શોટ્સની વરચે હું ૫-૬ કપ ચા પી જાઉં છું.

પ્રેમ અને આહાર: લોકો કહે છે કે પુરુષોના દિલ સુધી પહોંચવાનો રસ્તો ફકત પેટમાં થઇને જ પસાર થાય છે, પણ હું આ વાત સાથે સહમત નથી. મને નથી લાગતું કે હું મારી ગર્લફ્રેન્ડ કે પત્નીને એની સારું ખાવાનું બનાવવાની આવડતને કારણે પસંદ કરીશ. હું તો એને એ જેવી હોય એવી જ પસંદ કરીશ.

ગરમીના દિવસોમાં: ઠંડું લીંબુપાણી આદર્શ પીણું છે.

મને વરસાદ ગમે છે, બસ એનું પાણી ઘૂંટણ સુધી ન આવવું જોઇએ. હું વરસાદની મોસમમાં રસ્તા પર મળતું ખાવાનું નથી ખાતો. મારે માટે સ્વરછતા અત્યંત મહત્ત્વની છે.

રોમેન્ટિક ભોજન માટે: હું શહેરની બહાર જઇશ અને લોનાવલા કે મહાબળેશ્વરમાં એક દિવસ વિતાવીશ.

સામગ્રી

૫૦૦ ગ્રામ પાસ્તા, ૮ થી ૧૦ બ્રોકલીના ટુકડા, ૧ પેકેટ બેબી કોર્ન (ત્રાંસાં કાપેલા), ૨ મઘ્યમ કદનાં ગાજર (ત્રાંસાં કાપેલાં), ૧૦૦ ગ્રામ ફણસી (નાના ટુકડામાં ત્રાંસી કાપેલી), ૧ પેકેટ મશરૂમ (સારી રીતે ધૂઓ, સુકાવો અને અડધાં કાપો.), ૧ લાલ સિમલા મરચું (લાંબા ટુકડામાં કાપેલું), ૧ પીળું સિમલા મરચું (લાંબા ટુકડામાં કાપેલું), ૧ લીલું સિમલા મરચું (લાંબા ટુકડામાં કાપેલું), ૧ ઝૂડી લીલા કાંદા (ઝીણા સમારેલાં), લીલા કાંદાનાં પાન પણ ઝીણા સમારીને જુદાં રાખવા., ૮ લસણની કળી (પીસેલી), ૧ મોટો ચમચો તાજા પીસેલાં મરી, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ મોટો ચમચો લાલ મરચું પાઉડર, પીસેલાં તાજાં તુળસીનાં પાન, ૧/૪ ચમચી અજમો ૪ થી ૬ ચમચી જેતુનનું તેલ, ૨ મોટાં ટામેટા (૪ ભાગમાં સમારેલાં), ૨૦૦ ગ્રામ રેડ પાસ્તા સોસ (બજારમાં તૈયાર મળે છે.), ૧૦૦ ગ્રામ ખમણેલું ચીઝ

રીત: પેકેટમાં બતાવ્યા પ્રમાણે એક મોટા વાસણમાં પાસ્તા ઉકાળો. બાફેલા પાસ્તામાં એક મોટો ચમચો તેલ ઉમેરી એને જુદા રાખો. બાકીના તેલને એક મોટા પેનમાં ગરમ કરો. એમાં લસણ અને ઝીણાં સમારેલાં લીલા કાંદા નાખી, ધીમી આંચ પર બેથી ત્રણ મિનિટ સાંતળો. પછી એમાં ગાજર, ફણસી, બેબી કોર્ન અને મશરૂમ ઉમેરો. આંચ વધારી એમને અધકચરા રાંધી લો. ત્યારપછી સિમલા મરચાં નાખી એમને બરાબર મિકસ કરો. બાફેલા પાસ્તા, પાસ્તા સોસ, મીઠું, મરી, અજમો, લાલ મરચું પાઉડર અને લીલા કાંદાના ઝીણા સમારેલા પાન નાખો. ચીઝ નાખી એકદમ સારી રીતે મિકસ કરો. પિસેલી તુળસીના પાન ભભરાવો અને ગાર્લિક બ્રેડની સાથે ગરમ પીરસો

અહા જિંદગીઃ ગુજરાતી અને હિન્દીમાં પ્રકાશિત જીવન જીવવાની કળા શીખવતું જીવંત મેગેઝીન
આગામી અંક ઘરબેઠા મેળવો.
વાર્ષિક લવાજમઃ રૂ. 350 ચેક ડ્રાફ્ટ ડીબી. કોર્પો. લીમીટેડ (મેગેઝીન વિભાગ) ના નામે 105, દૈનિક ભાસ્કર, આઈ.એન.એસ. બિલ્ડિંગ, રફી માર્ગ, નવી દિલ્હીના સરનામે મોકલવો.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: